Reserve Bank of India: દિલ્હી હાઈકોર્ટે પરચી ભર્યા વગર અને ઓળખ પત્ર વગર 2000 રૂપિયાની નોટ બદલવાના નોટિફિકેશનને પડકારતી અરજી ફગાવી છે. મુખ્ય ન્યાયાધીશ સતીશકુમાર શર્મા અને ન્યાયમૂર્તિ સુબ્રમણ્યમ પ્રસાદની પીઠે અરજી ફગાવી દીધી. અરજીમાં રિઝર્વ બેંક ઓફ ઈ્ડિયા (RBI) અને એસબીઆઈના પરચી ભર્યા વગર અને ઓળખ પત્ર વગર 2000 રૂપિયાની નોટને બદલવાી મંજૂરી આપતા નોટિફિકેશનને પડકારવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરબીઆઈએ નોટિફિકેશનને કર્યો બચાવ
અરજીકર્તા અને વકીલ અશ્વિનીકુમાર ઉપાધ્યાયે કહ્યું કે મોટા પ્રમાણમાં આ નોટ કાં તો કોઈ વ્યક્તિની તિજોરીમાં પહોંચી ગયા છે કે પછી અલગાવવાદીઓ, આતંકીઓ, માઓવાદીઓ, ડ્રગ તસ્કરો, ખનન માફિયાઓ અને ભ્રષ્ટ લોકો પાસે છે. અરજીમાં કહેવાયું છે કે આ નોટિફિકેશન મનમાની, તર્કહીન અને બંધારણી કલમ 14નો ભંગ કરે છે. આરબીઆઈએ હાઈકોર્ટ સામે પોતાના નોટિફિકેશનનો બચાવ કરતા કહ્યું કે આ નોટબંધી નથી, પરંતુ એક કાયદેસર કાર્યવાહી છે. આ સાથે જ હવે પરચી ભર્યા વગર અને ઓળખ પત્ર દેખાડ્યા વગર જ 2000 રૂપિયાની નોટ બદલવાની સુવિધા ચાલુ રહેશે. 


કાચાપોચા ન જોતા આ Video : વિધર્મીએ સગીરાને છરીના 36 ઘા માર્યા, પત્થરથી માથું ફોડ્યું


ISRO એ કર્યો કમાલ! ધૂરંધર દેશોને પછાડીને એવો સેટેલાઈટ લોન્ચ કર્યો...જાણો NavIC વિશે


ઉજ્જૈનમાં આંધીથી શ્રી મહાકાલ લોક કોરિડોરને મોટું નુકસાન, સપ્તઋષિઓની મૂર્તિઓ તૂટી


નોંધનીય છે કે ઉપાધ્યાયની અરજીમાં કહેવાયું હતું કે કેન્દ્ર સરકાર મુજબ દરેક પરિવાર પાસે આધાર કાર્ડ અને બેંક ખાતુ છે. આવામાં આરબીઆઈ 2000 રૂપિયાની નોટ આઈડી પ્રુફ વગર બદલવાની મંજૂરી કેમ આપી રહી છે. 


હાઈકોર્ટમાં દાખલ અરજીમાં રિઝર્વ બેંક અને સ્ટેટ બેંકને એ સુનિશ્ચિત કરવાનો આદેશ આપવાની માંગણી કરાઈ કે 2000ની નોટ સંબંધિત બેંક ખાતાઓમાં જ જમા કરવામાં આવે. તેનાથી કાળા ધન અને આવકથી વધુ સંપત્તિ રાખનારાઓની ઓળખ થઈ શકે. ગત 23 મી મેથી બેંકોમાં 2000 રૂપિયાની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ અગાઉ રિઝર્વ બેંકે 19મી મેના રોજ 2000 રૂપિયાની નોટ બંધ થવાની જાહેરાત કરી હતી. અત્રે જણાવવાનું કે તમે 2000 રૂપિયાની નોટ બેંકમાંથી 30 સપ્ટેમ્બર સુધીમાં બદલાવી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube