ISRO એ કર્યો કમાલ! ધૂરંધર દેશોને પછાડીને એવો સેટેલાઈટ લોન્ચ કર્યો...ખાસ જાણો NavIC વિશે

ISRO NavIC Satellite Launch Today: : ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) ને મોટી સફળતા મળી છે. સોમવારે સવારે 10.42 વાગે શ્રીહરિકોટાથી GSLV F12 દ્વારા NVS-01 સેટેલાઈટ લોન્ચ કરાયો. આ બીજી પેઢીને સેટેલાઈટ છે જેને ભારત પોતાના નેવિગેશન કોન્સટેલેશન(NavIC)માં સામેલ કરશે. ભારત દુનિયાનો એકમાત્ર દેશ છે જેની પાસે રીજીયોનલ સેટેલાઈટ બેસ્ડ નેવિગેશન સિસ્ટમ છે.

ISRO એ કર્યો કમાલ! ધૂરંધર દેશોને પછાડીને એવો સેટેલાઈટ લોન્ચ કર્યો...ખાસ જાણો NavIC વિશે

ISRO NavIC Satellite Launch Today: : ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) ને મોટી સફળતા મળી છે. સોમવારે સવારે 10.42 વાગે શ્રીહરિકોટાથી GSLV F12 દ્વારા NVS-01 સેટેલાઈટ લોન્ચ કરાયો. આ બીજી પેઢીને સેટેલાઈટ છે જેને ભારત પોતાના નેવિગેશન કોન્સટેલેશન(NavIC)માં સામેલ કરશે. ભારત દુનિયાનો એકમાત્ર દેશ છે જેની પાસે રીજીયોનલ સેટેલાઈટ બેસ્ડ નેવિગેશન સિસ્ટમ છે. પહેલીવાર નેવિગેશન સેટેલાઈટને જિયોસિંક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (GSLV) થી લોન્ચ કરાયો. 2232 કિલો વજનનો આ સેટેલાઈટ NVS-01 સમગ્ર સોન્સ્ટેલેશનમાં સૌથી ભારે છે. હાલ ભારતના ક્ષેત્રીય નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (IRNSS) કોન્સ્ટેલેશનમાં સાત સેટેલાઈટ છે. તેમાંથી દરેકનું વજન લિફ્ટઓફ સમયે લગભગ 1425 કિલોગ્રામ હોય છે. આ તમામને પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (PSLV) દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવ્યો હતો. બીજી પેઢીનો આ નેવિગેશન સેટેલાઈટ્સથી કેટલો ફાયદો થશે તે જાણો. 

મજબૂત થશે દેસી GPS
- ISRO એ બીજી પેઢીના આ સેટેલાઈટ્સ દેસી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) એટલે કે NavIC ને સારી કરવા માટે બનાવવામાં આવ્યા છે. 
- આ સેટેલાઈટ્સ ભારત અને આજુબાજુના લગભગ 1500 કિલોમીટરના એરિયાનું રિયલ ટાઈમ અપડેટ આપશે. 
- NavIC ને એ પ્રકારે ડિઝાઈન કરવામાં આવ્યોછે કે જે યૂઝરને 20 મીટરના દાયરામાં સ્થિતિ અને 50 નેનો સેકન્ડના સમયગાળામાં સમયની સટીક જાણકારી મળી શકે છે. 

કેમ ખાસ છે NVS સિરીઝના સેટેલાઈટ

- NVS સેટેલાઈટમાં રૂબિડિયમ એટોમિક ઘડિયાળ લાગેલી છે. આ એક મહત્વપૂર્ણ ટેક્નોલોજી છે જે ગણતરીના દેશો પાસે છે. ISRO ના જણાવ્યાં મુજબ વૈજ્ઞાનિક પહેલાતારીખ અને સ્થાનનું નિર્ધારણ કરવા માટે આયાત કરેલું  રૂબિડિયમ પરમાણુ ઘડિયાળોનો ઉપયોગ કરતા હતા. હવે અમદાવાદના અંતરિક્ષ અનુપ્રયોગ કેન્દ્રમાં રૂબિડિયમ પરમાણુ ઘડિયાળ બને છે. 

- બીજી પેઢીના સેટેલાઈટ્સ L5 અને S ફ્રીક્વન્સી સિગ્નલ ઉપરાંત ત્રીજી ફ્રીક્વન્સી L1થી પણ સિગ્નલ મોકલશે. તેનાથી અન્ય સેટેલાઈટ આધારિત નેવિગેશન સિસ્ટમ વચ્ચે ઓપરેટ કરવાનું સરળ રહેશે. L1 ફ્રીક્વન્સી નો GPS માં ખુબ ઉપયોગ થાય છે. તેની મદદથી લો ફ્રીક્વન્સીવાળા વિયરેબલ ડિવાઈસીસ અને પર્સનલ ટ્રેકર્સમાં રીજીઓનલ નેવિગેશન સિસ્ટમનો વપરાશ વધશે. 

- NVS સિરીઝના સેટેલાઈટની ઉંમર પણ વધુ રહેશે. અત્યારના સેટેલાઈટ 10 વર્ષ સુધી મિશનને અંજામ આપી શકે છે. NVS સેટેલાઈટ 12 વર્ષ સુધી સેવા આપશે. 

રીજીયોનલ નેવિગેશન સિસ્ટમના ફાયદા

- દુનિયામાં ચાર પ્રકારની ગ્લોબલ સેટેલાઈટ બેસ્ડ નેવિગેશન સિસ્ટમ છે- અમેરિકાની GPS, રશિયાની GLONASS, યુરોપની ગેલિલિયો અને ચીનની બાયડુ. ભારત એક માત્ર દેશ છે જેની પાસે રીજીયોનલ સેટેલાઈટ બેસ્ડ નેવિગેશન સિસ્ટમ છે. જાપાનમાં ફોર-સેટેલાઈટ સિસ્ટમ છે જે સમગ્ર દેશમાં GPS સિગ્નલને સારું બનાવી શકે છે. ઘણું બધુ ભારતના GAGAN ની જેમ. 

- એકવાર સંપૂર્ણ રીતે ઓપરેશન થયા બાદ NavIC ના ઓપન સિગ્નલ 5 મીટર સુધી એક્યૂરેટ પોઝિશન જણાવી શકશે. રિસ્ટ્રક્ટેડ સિગ્નલ અને સટીક જાણકારી આપશે. તેની સરખામણીમાં GPS સિગ્નલ લગભગ 20 મીટર સુધી એક્યુટ પોઝિશન બતાવે છે. 

- NavIC ના સિગ્નલ 90 ડિગ્રીના એંગલ પર આવે છે. તેનાથી ગાઢ વિસ્તારો, જંગલો, અને પહાડોમાં રહેલા ડિવાઈસ સુધી સરળતાથી સિગ્નલ પહોંચે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news