નવી દિલ્હી : દેશમાં ચોમાસું સામાન્ય રીતે 1 જૂનના દિવસે કેરળ પહોંચે છે. ભારતીય હવામાન ખાતાએ કેરલી જાહેરાત પ્રમાણે મંગળવારે કેરળ ખાતે ચોમાસાનું આગમન થઈ ગયું છે અને આ વખતે ચોમાસાની  શરૂઆત ત્રણ દિવસ પહેલાં જ થઈ છે. સામાન્ય રીતે કેરળમાં આગમન પછી આખા દેશમાં ચોમાસાને સક્રિ્ય થતા 1 મહિના જેટલો સમય લાગે છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આ વર્ષે ચોમાસામાં દેશમાં સારો વરસાદ પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન ખાતાએ આખા દેશમાં ચોમાસાના પ્રારંભની તારીખો જાહેર કરી છે. આ તારીખો પ્રમાણે 1 જૂન સુધી સમગ્ર કર્ણાટકમાં ચોમાસું સક્રિય થઈ જશે જ્યારે હૈદરાબાદ તેમજ પૂર્વોત્તરના સિક્કિમ સુધી ચોમાસાને પહોંચતા 5 જૂન જેટલો સમય લાગશે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિસા, પશ્ચિમ બંગ અને બિહારમાં 10 જૂન સુધી ચોમાસું સક્રિય થાય એવી સંભાવના છે. આ સિવાય ગુજરાત, મધ્યપ્રદેશ તેમજ પૂર્વી ઉત્તર પ્રદેશમાં 15 જૂન સુધી ચોમાસાની એન્ટ્રી થશે. જોકે આ તમામ જગ્યાએ ચોમાસું એની ઝડપી ગતિના કારણે ત્રણ દિવસ પહેલાં પહોંચે એવી પૂરેપૂરી શક્યતા છે.


શું તમે પહેરો છો ચશ્મા ? જો હા તો આ સમાચાર તમને કરી દેશે ખુશ


દેશની રાજધાની નવી દિલ્હીમાં સામાન્ય રીતે જૂનના અંત સુધી વરસાદની હાજરી નોંધાય છે અને 29 જૂન સુધી ધોધમાર વરસાદ પડે છે. અહીં સારો એવો પ્રિ-મોન્સુન વરસાદ પણ થઈ શકે છે. આ સિવાય રાજસ્થાન, હિમાચલ પ્રદેશ તેમજ જમ્મુ-કાશ્મીરમાં 29 જૂન સુધી ચોમાસું જામી શકે છે. હરિયાણા અને પંજાબમાં 1 જુલાઈ સુધી ચોમાસું પહોંચી શકે છે. આમ, હવામાન ખાતાએ દેશના તમામ વિસ્તારમાં સારો વરસાદ થશે એવો વર્તારો જાહેર કર્યો છે. 


બિઝનેસના અન્ય સમાચાર જાણવા કરો ક્લિક