ગુજરાતમાં શરૂ થઈ વાવાઝોડાની અસર! અમદાવાદમાં ધોધમાર વરસાદ, વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ

Cyclonic Storm Active : ચોમાસાની હજી માંડ માંડ વિદાય થઈ છે, ત્યાં દરિયાથી મોટું સંકટ પેદા થયું છે. ફરીથી સમુદ્રી રાક્ષસ પેદા થયો છે. બંગાળની ખાડીમાં દાના ચક્રવાત તબાહી મચાવવા તૈયાર થઈ રહ્યો છે. જેની અસર છેક ગુજરાતમાં જોવા મળશે. આ સાથે જ હવામાન વિભાગે નવી આગાહી કરી છે. હવામન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી છે. 

ક્યાં ક્યાં આવશે વરસાદ 

1/4
image

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. લોકલ કન્વક્શન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી હળવા વરસાદની આગાહી છે. અરબી સમુદ્રથી પસાર થતી સિસ્ટમની અસરના પગલે વરસાદની આગાહી છે. આજે નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. તો આવતીકાલે અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. 

ગુજરાતમાં શું અસર થશે 

2/4
image

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 23 થી 24 ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીની મધ્યમાં એક નવું વાવાઝોડું ઉઠશે. બંગાળની ખાડીમાં સર્જાયેલું સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય હોવાથી હવામાન વિભાગે દક્ષિણ ભારતના ચાર રાજ્યો - કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક શહેરોમાં આગામી 5 દિવસમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. તેની અસરને કારણે પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ હવામાનમાં ફેરફાર થઈ શકે છે. આજે મુંબઈ અને કોલકાતામાં હળવા વરસાદની સંભાવના છે.  

અહી ટકાશે વાવાઝોડું 

3/4
image

ભારતીય હવામાન વિભાગે આગામી સપ્તાહે ઉત્તર હિંદ મહાસાગરમાં ચક્રવાતી વાવાઝોડાની ચેતવણી આપી છે. હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં 23 અને 24 ઓક્ટોબરની આસપાસ ચક્રવાતી ગતિવિધિઓ વધી શકે છે. 20 ઓક્ટોબરની આસપાસ ઉત્તર આંદામાન સમુદ્રની નજીક ચક્રવાત રચાય તેવી શક્યતા છે, જે ઓરિસ્સાના દરિયાકાંઠે અથડાશે ત્યારે વધુ તીવ્ર બની શકે છે. આવી સ્થિતિમાં 23 કે 24 ઓક્ટોબરે ઓડિશા, પશ્ચિમ બંગાળ અથવા બાંગ્લાદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ જોવા મળી શકે છે.  

અમદાવાદમાં વરસાદી માહોલ

4/4
image

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વાતાવરણ બદલાયું છે. કેટલાક વિસ્તારોમાં નોંધનીય વરસાદ જોવા મળ્યો. વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ છવાયો છે. એસજી હાઇવે, સોલા, ચાણક્યપુરી, ઘાટલોડિયા, નારણપુરા વિસ્તારમાં નોંધનીય વરસાદ જોવા મળ્યો. તો શહેરના અન્ય વિસ્તરોમાં પણ વરસાદી માહોલ છે.