અત્યારે આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે જોવી પડશે રાહ, હવે આ તારીખ સુધી રહેશે સસ્પેંડ
કેન્દ્ર સરકારે શેડ્યૂલ્ડ આંતરાષ્ટ્રીય વાણિજ્યિક ઉડાનોના સંચાલન પર નિલંબન શુક્રવારે 31 ઓગસ્ટ સુધી વધારી દીધું છે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે શેડ્યૂલ્ડ આંતરાષ્ટ્રીય વાણિજ્યિક ઉડાનોના સંચાલન પર નિલંબન શુક્રવારે 31 ઓગસ્ટ સુધી વધારી દીધું છે.
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે ''સરકારે ભારતથી અથવા ભારત માટે શેડ્યૂલ્ડ આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક યાત્રી સેવા પર 31 ઓગસ્ટ સુધી વધારી દીધી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ''એરમેન (એનઓટીએએમ)ને આ વિશે ખાસ સૂચના જાહેર કરવામાં આવી છે. જોકે આ પ્રતિબંધ તમામ કાર્ગો ઉડાનો અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય દ્વારા વિશેષરૂપથી સ્વિકૃત અન્ય ઉડાનો પર લાગૂ નહી થાય.
તમને જણાવી દઇએ કે કે યાત્રી ઉડાન સેવા 25 માર્ચના રોજ બંધ કરવામાં આવી હતી, જ્યારે કોવિડ 19ના પ્રસારને રોકવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લગાવી દીધું હતું. ઘરેલૂ ઉડાન સેવા જોકે 25 મેના રોજ બહાલ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube