નવી દિલ્હીઃ Dhanteras 2021: હવે દિવાળીનો તહેવાર નજીક આવી ગયો છે. હિન્દુ ધર્મમાં દિવાળી જ આવતી નથી, દિવાળીના બે દિવસ પહેલાથી તહેવાર શરૂ થઈ જાય છે. દિવાળી પહેલા ધનતેરસનો તહેવાર આવે છે, જેનું ખુબ મહત્વ છે. આ દિવસે સોના-ચાંદીની ખરીદીનું ચલણ છે. એવી માન્યતા છે કે આ દિવસે સોના-ચાંદીની ખરીદી કરવાથી લક્ષ્મીનું આગમન થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ કોરોના વાયરસ મહામારીએ લોકોની આર્થિક સ્થિતિ ખરાબ કરી દીધી છે. પરંતુ અમે આજે તમને એક એવી સ્કીમ વિશે જણાવી રહ્યાં છીએ, જેના દ્વારા તમે માત્ર 1 રૂપિયામાં સોનાનો સિક્કો ખરીદી શકો છો. આ દિવાળીમાં તમે માત્ર 1 રૂપિયામાં ડિજિટલ ગોલ્ડ  (Digital Gold) ને ખરીદી શકો છો. 


અનેક કંપનીએ શરૂ કરી ઓફર્સ
કેશલેસ ઇકોનોમી  (Cashless Economy) ને પ્રોત્સાહન આપવા માટે હવે લગભગ દરેક જગ્યાએ ડિજિટલ પેમેન્ટ કરવામાં આવી રહ્યું છે. દરેક લોકો ડિજિટલ પેમેન્ટ તરફ આગળ વધી રહ્યાં છે. તેવામાં દિવાળીના સમયમાં લોકોને આકર્ષિત કરવા માટે ડિજિટલ પેમેન્ટ સર્વિસ પેટીએમ (Paytm), ગૂગલ પે (Google Pay), ફોન પે (Phone Pay) એ પણ ઘણા પ્રકારની ઓફર્સ કાઢી છે. 


આ પણ વાંચોઃ 7th Pay Commission: કર્મચારીઓ માટે ફરી ખુશખબર! વેરિએબલ મોંઘવારી ભથ્થામાં મોટો વધારો, જાણો કેટલો વધ્યો પગાર


આ સિવાય HDFC Bank Securities, મોતીલાલ ઓસવાલ જેવા બ્રોકરેજ હાઉસ પણ ડિજિટલ ગોલ્ડ ખરીદવાની શાનદાર ઓફર આપી રહ્યાં છે. જો તમે પણ ડિજિટલ ગોલ્ડ ખરીદવા ઈચ્છો છો તો આ ઓફર્સ વિશે જાણકારી લઈ શકો છો. 


કઈ રીતે ખરીદી શકો છો ગોલ્ડ કોઈન?
1. ગોલ્ડ કોઈન ખરીદવા માટે ગૂગલ પે પર તમારે સૌથી પહેલા એકાઉન્ટ ખોલવું પડશે.
2. ત્યારબાદ તમારે અહીં ગોલ્ડ ઓપ્શનને સિલેક્ટ કરવું પડશે. 
3. હવે અહીં તમે પેમેન્ટ કરીને તમારૂ ડિજિટલ ગોલ્ડ ખરીદી શકો છો. 
4. તમારૂ ગોલ્ડ મોબાઇલ વોલેટના ગોલ્ડ લોકરમાં સુરક્ષિત રહેશે.
5. સૌથી મોટી વાત છે કે આ ગોલ્ડને તમે ઈચ્છો ત્યારે વેચી ડિલિવરી કે ગિફ્ટના રૂપમાં કોઈને પણ આપી શકો છો.
6. જો તમારે ગોલ્ડ વેચવાનું છે તો 'Sell Button' પર ક્લિક કરો.
7. જો તેને તમે કોઈને ગિફ્ટના રૂપમાં આપવા ઈચ્છો છો તો 'Gift BUtton' પર ક્લિક કરી સેન્ડ કરો. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube