7th Pay Commission: કર્મચારીઓ માટે ફરી ખુશખબર! વેરિએબલ મોંઘવારી ભથ્થામાં મોટો વધારો, જાણો કેટલો વધ્યો પગાર


7th pay commission latest news: કેન્દ્ર સરકારે દિવાળી પહેલા બધા કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. પહેલા 3 ટકા મોંઘવારી ભથ્થુ વધાર્યા બાદ હવે VDA ના પૈસા વધારવામાં આવ્યા છે. 

7th Pay Commission: કર્મચારીઓ માટે ફરી ખુશખબર! વેરિએબલ મોંઘવારી ભથ્થામાં મોટો વધારો, જાણો કેટલો વધ્યો પગાર

નવી દિલ્હીઃ 7th Pay Commission latest news: કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી પહેલા 3% ડીએ (Dearness allowance) અને એરિયર (DA Arrear) વધારાની ભેટ મળી ચુકી છે. આ સાથે હવે કેન્દ્ર સરકારના બીજા કર્મચારીઓ (Minimum wage employees) ને પણ દિવાળી પહેલા મોટી ભેટ મળી છે. હવે કર્મચારીઓને અપાતા વેરિએબલ મોંઘવારી ભથ્થા (Variable dearness allowance) માં પણ વધારો કર્યો છે. શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે (Bhupender Yadav) તેની જાહેરાત કરી છે. તેનો ફાયદો 1 ઓક્ટોબર 2021થી મળશે. 

વેરિએબલ મોંઘવારી ભથ્થામાં મોટો વધારો
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય (Ministry of Labour & Employment) અનુસાર કેન્દ્રીય કર્મચારીઓના વેરિએબલ મોંઘવારી ભથ્થામાં (Variable dearness allowance) 1 ઓક્ટોબર, 2021થી વેતન વૃદ્ધિ લાગૂ થશે. તે હેઠળ હવે બધા કેન્દ્રીય કર્મચારીઓને દર મહિને વેરિએબલ મોંઘવારી ભથ્થુ વધીને મળશે. 

— Bhupender Yadav (@byadavbjp) October 29, 2021

ન્યૂનતમ વેતનમાં પણ થશે વધારો
તમને જણાવી દઈએ કે આ વધારાથી કેન્દ્રીય કર્મચારીઓના ન્યૂનતમ વેતનમાં પણ વધારો થશે, જેનાથી આ મહામારીના સમયમાં તેને એક મોટી રાહત મળશે. આ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને દોઢ વર્ષથી ફ્રીઝ કરાયેલ ડીએનો લાભ પણ મળ્યો છે. પહેલા 17 ટકાથી 28 ટકા વધ્યા બાદ 3 ટકા ડીએમાં વધારાથી ટોટલ ડીએ 31 ટકા થઈ ગયું છે. 

ક્યા કર્મચારીઓને મળશે ફાયદો?
કેન્દ્રીય શ્રમ તથા રોજગાર મંત્રાલય (Ministry of Labour & Employment) ના આ નિર્ણયથી કેન્દ્ર સરકાર, રેલવે, ખનન, ઓયલ ફીલ્ડ્સ, બંદરો અને કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા બીજા કાર્યાલયોમાં કામ કરનાર આશરે 1.5 કરોડ કર્મચારીઓને ફાયદો થશે. સરકારે આ સાથે જણાવ્યું કે, વેરિએબલ મોંઘવારી ભથ્થામાં થયેલા વધારાનો ફાયદો કરાર પર કામ કરનારા કર્મચારીઓને પણ મળશે. એટલે કે તેનો ફાયદો આ પ્રકારના કર્મચારીઓને મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news