ચેતન પટેલ/સુરત :કોરોનાને કારણે ગુજરાતના મોટાભાગના ધંધા-ઉદ્યોગોને મંદીનો સામનો કરવો પડ્યો છે. એવામાં ગુજરાતમાં આ મંદી વચ્ચે હીરા ઉદ્યોગને લગતા તમામ ક્ષેત્રોમાં એક્સપોર્ટમાં બમણો વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં કોરોનાની પ્રથમ લહેર હોય કે બીજી લહેર, તે દરેક ઉદ્યોગ માટે ચિંતાજનક અને નુકસાનદાયક રહી છે. તેનાથી વિપરીત સુરત હીરા ઉદ્યોગ અને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે લાભકારી સાબિત થઈ છે. વર્ષ 2019-20 એપ્રિલમાં થયેલા એક્સપોર્ટ કરતા વર્ષ 2021માં એપ્રિલ માસ સુધીના એક્સપોર્ટમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. માત્ર ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે હીરા ઉદ્યોગને લગતા તમામ ક્ષેત્રમાં બમણો એક્સપોર્ટ જોવા મળ્યો છે.


આ પણ વાંચો : ઓક્સિજન વગર તડપી તડપીને મોતને ભેટનાર પત્નીની યાદમાં પતિએ કર્યું એવુ કામ કે લોકો યાદ રાખે 


લેબ્રોન ડાયમંડમાં 360 ટકાનો વધુ એક્સપોર્ટ વર્ષ 2019ની સરખામણીમાં આ વર્ષે હીરા ઉદ્યોગ તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને ખાસ્સો નફો થયો છે. આ વર્ષે એક્સપોર્ટમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (Gem Jewelry Export Promotion Council) ના વેસ્ટર્ન ઝોનના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, 2019-20 એપ્રિલની સરખામણીમાં એપ્રિલ 2020-21ના એક્સપોર્ટની વાત કરવામાં આવે તો કટિંગ અને પોલિશિંગ ડાયમંડમાં 38 ટકાનો ગ્રોથ, જ્યારે લેબ્રોન ડાયમંડમાં 360 ટકાનો વધુ એક્સપોર્ટ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો : કોરોનાને ભગાડવા શ્રીફળના તોરણ લગાવ્યા, રાજકોટના ગામેગામ અંધશ્રદ્ધાને કારણે વેક્સિનેશન અટક્યું 


જ્વેલરી સેકટર અંગે તેમણે જણાવ્યું હતું કે, ચાંદીની જ્વેલરીમાં 250 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. જ્યારે બીજી બાજુ પ્લેટિનમ જ્વેલરીમાં 125 ટકાનો ગ્રોથ એક્સપોર્ટમાં જોવા મળે છે. પરંતુ ગોલ્ડ જ્વેલરીમાં 60 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર જે અલગ અલગ ભાગ છે. માત્ર એકને બાદ કરતાં તમામમાં પોઝિટિવ રીઝલ્ટ છે. 


આ પણ વાંચો : વિશ્વ પર્યાવરણ દિવસ પર સુરતની એવી મહિલાની વાત, જેમને મળ્યું છે‘તુલસીભાભી’ ઉપનામ


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની જે પરિસ્થિતિ વિશ્વમાં ઊભી થઈ છે. તેના કારણે લોકો માને છે કે, આ પરિસ્થિતિ ચીનના કારણે થઈ છે. જે ઓર્ડરો ચીનને મળતા હતા તે હાલ ભારતના ઉદ્યોગકારોને મળી રહ્યા છે. એટલું જ નહિ, ભારતથી 75 ટકા જેટલી ખરીદી અમેરિકામાં થતી હોય છે અને હાલ કોરોનાની સ્થિતિ અમેરિકામાં સામાન્ય થઈ ગઈ છે. જેથી ખરીદીનું પ્રમાણ પણ વધ્યું છે.