વિશ્વ પર્યાવરણ દિવસ પર સુરતની એવી મહિલાની વાત, જેમને મળ્યું છે‘તુલસીભાભી’ ઉપનામ
Trending Photos
ચેતન પટેલ/સુરત :આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આજના દિવસે અનેક પર્યાવરણ પ્રેમીઓના ઉમદા કાર્યોની ચર્ચાઓ થતી હોય છે. ત્યારે સુરતમાં એક એવા ગૃહિણી છે જેમણે ચાર વર્ષમાં ૧૩ હજારથી વધુ તુલસીના છોડનું વાવેતર કરીને નિઃશુલ્ક વિતરણ કર્યું છે. તુલસીના બીજને જાતે જ રોપીને છોડનો ઉછેર કરી ફ્રી વિતરિત કરતા હોવાને કારણે તેઓ તુલસીભાભીના હુલામણા નામથી પણ જાણીતા છે.
ગાર્ડનિંગનો શોખ સેવાનું કાર્ય બન્યો
બાળપણથી જ ગાર્ડનિંગનો શોખ ધરાવનાર સુરેખાબેન પટેલ ગૃહિણી છે. શહેરના ઘોડાદોડ વિસ્તારમાં રહેતા સુરેખાબેને 58 વર્ષની ઉંમરે પણ અનોખું કામ કર્યું છે. તેમનો પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ જોઈને ભલભલા આશ્ચર્યચકિત થઈ જાય છે. સુરેખાબેનને ખાસ કરીને તુલસીના છોડ પ્રત્યે અલગ જ પ્રેમ છે અને તેઓ આ છોડના ગુણ પણ સારી રીતે જાણે છે.
આ પણ વાંચો : કોરોનાને ભગાડવા શ્રીફળના તોરણ લગાવ્યા, રાજકોટના ગામેગામ અંધશ્રદ્ધાને કારણે વેક્સિનેશન અટક્યું
અત્યાર સુધી 13 હજાર કરતા વધુ છોડ વિતરણ કર્યાં
છેલ્લા 4 વર્ષમાં તેમણે સો-બસો નહિ, પરંતુ ૧૩,૦૦૦ કરતા પણ વધુ તુલસીના છોડ તૈયાર કરીને તેમનું ફ્રીમાં વિતરણ કર્યું છે. તેમણે ત્રણ વર્ષ પહેલા ૧૦,૦૦૦ તુલસીના છોડ પોતાના ખેતરમાં વાવીને પ્લાન્ટ તૈયાર કરીને તેમનું મફત વિતરણ કર્યું હતું અને રેકોર્ડ પણ સ્થાપિત કર્યો હતો. ત્યારથી તેમણે આ સેવા અવિરતપણે ચાલુ જ રાખી છે.
આ પણ વાંચો : નડિયાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : દર્દીને લેવા જતી એમ્બ્યુલન્સ અંડર બ્રિજમાં ભરાયેલા પાણીમાં ફસાઈ
રહે છે વિદેશમાં, પણ જ્યારે ભારત આવે ત્યારે આ સેવાકાર્ય કરે છે
કોરોનાને કારણે લોકોનો આયુર્વેદ પર વિશ્વાસ વધ્યો છે ત્યારે હાલ પણ ઘણા લોકોએ તેમની પાસે તુલસીના છોડની ડિમાન્ડ પણ કરી છે. જેને લઈને તેઓએ 550 જેટલા તુલસીના છોડ વાવીને તૈયાર કર્યા છે. જેને તેઓએ પારસી સમાજ તેમજ નારી સંરક્ષણ ગૃહની દીકરીઓને વિતરિત કર્યા છે. નારી સંરક્ષણ ગૃહમાં દીકરીઓ તુલસીનો ઉકાળામાં ઉપયોગ કરીને નિરોગી રહે એ હેતુથી તેમને તુલસીના છોડ આપાયા છે. સુરેખાબેન પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા રહે છે. પરંતુ જ્યારે પણ ભારત આવે છે ત્યારે તેઓ આ સેવાનું કાર્ય કરતા રહે છે. તેઓ પોતાના ખેતરમાં જ બીજની રોપણી કરી તેની સારસંભાળ રાખે છે અને તૈયાર થયા બાદ લોકોને ફ્રી માં આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે