નવી દિલ્હીઃ Unique Health Card: હવે આધારની જેમ જ તમારું હેલ્થ કાર્ડ પણ ઈશ્યૂ થશે. ડિજિટલ હેલ્થ મિશન હેઠળ સરકાર દરેક વ્યક્તિ માટે યુનિક હેલ્થ કાર્ડ (Unique Health Card) બનાવી રહી છે. આ સંપૂર્ણપણે ડિજિટલ કાર્ડ હશે જે બિલકુલ આધાર કાર્ડ જેવું જ હશે. આધાર કાર્ડની જેમ તેમાં તમને એક નંબર મળશે, જેમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં વ્યક્તિની ઓળખ કરશે. તેનાથી ડૉક્ટર તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય રેકોર્ડને જાણશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખૂબ ઉપયોગી છે યુનિક હેલ્થ કાર્ડ 
આ યુનિક કાર્ડ પરથી જાણી શકાશે કે ક્યાં કોઈની સારવાર કરવામાં આવી છે. તેમજ આ યુનિક હેલ્થ કાર્ડમાં વ્યક્તિના સ્વાસ્થ્ય સંબંધિત દરેક માહિતી રેકોર્ડ કરવામાં આવશે. જેના કારણે દર્દીએ દરેક જગ્યાએ ફાઇલ પોતાની સાથે રાખવાની જરૂર રહેશે નહીં. ડૉક્ટર કે હોસ્પિટલ દર્દીનું યુનિક હેલ્થ આઈડી જોઈને તેની સ્થિતિ જાણી શકશે અને ત્યારબાદ તેના આધારે આગળની સારવાર શરૂ કરી શકાશે. આ કાર્ડ દ્વારા વ્યક્તિને સરકારી યોજનાઓ વિશે પણ જાણકારી મળશે. આયુષ્માન ભારત હેઠળ દર્દીને સારવારની સુવિધાનો લાભ મળે છે કે નહીં તે આ યુનિક કાર્ડ દ્વારા જાણી શકાશે.


શું હશે યુનિક હેલ્થ કાર્ડમાં..
- આધાર કાર્ડની જેમ યુનિક હેલ્થ આઈડી હેઠળ સરકાર દરેક વ્યક્તિનો સ્વાસ્થ્ય સંબંધિત ડેટાબેઝ તૈયાર કરશે.
- આ ID સાથે તમામ વિગતો જે તે વ્યક્તિના મેડિકલ રેકોર્ડમાં રાખવામાં આવશે.
- આ આઈડીની મદદથી કોઈ પણ વ્યક્તિનો સંપૂર્ણ મેડિકલ રેકોર્ડ જોઈ શકાશે.
- જો તે વ્યક્તિ ડૉક્ટર પાસે જાય છે, તો તે તેનું હેલ્થ આઈડી બતાવશે.
- જેનાથી જાણવામાં આવશે કે અગાઉ કઈ સારવાર કરવામાં આવી હતી, કયા ડોકટરોની સલાહ લેવામાં આવી હતી અને કઈ દવાઓ અગાઉ આપવામાં આવી હતી.
- આ સુવિધા દ્વારા સરકાર લોકોને સારવાર વગેરેમાં પણ મદદ કરી શકશે.


હેલ્થ આઈડીમાં નોંધાયેલી હશે આ વાત 
- આમાં વ્યક્તિનું આઈડી બનાવવામાં આવશે, તેમાં મોબાઈલ નંબર અને આધાર નંબર લેવામાં આવશે.
- આ બે રેકોર્ડની મદદથી યુનિક હેલ્થ કાર્ડ બનાવવામાં આવશે.
- તેના માટે સરકાર એક હેલ્થ ઓથોરિટી બનાવશે, જે વ્યક્તિગત ડેટા એકત્રિત કરશે.
- હેલ્થ ઓથોરિટી દ્વારા જે વ્યક્તિનું હેલ્થ આઈડી બનાવવાનું છે, તેના હેલ્થ રેકોર્ડ્સ એકત્ર કરવા માટે પરવાનગી આપવામાં આવશે.
- તેના આધારે આગળની કામગીરી લંબાવવામાં આવશે.
- પબ્લિક હોસ્પિટલ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અથવા આવા હેલ્થકેર પ્રોવાઈડર કે જે નેશનલ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રજિસ્ટ્રી સાથે જોડાયેલા હોય તે વ્યક્તિનું હેલ્થ આઈડી જનરેટ કરી શકે છે.
- તમે https://healthid.ndhm.gov.in/register પર તમારા પોતાના રેકોર્ડની નોંધણી કરીને તમારું હેલ્થ આઈડી બનાવી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube