1 શેર પર 685 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે આ કંપની, રેકોર્ડ ડેટ આગામી સપ્તાહે
Dividend Share: શેર બજારમાં 3એમ ઈન્ડિયા લિમિટેડ આગામી સપ્તાહે એક્સ-ડિવિડેન્ડ ટ્રેડ કરશે. કંપની એક શેર પર 685 રૂપિયાનું ડિવિડેન્ડ આપશે. રેકોર્ડ ડેટ 10 જુલાઈ પહેલા છે.
Dividend Stock: ડિવિડેન્ડ આપનારી કંપનીઓ પર દાવ લગાવનાર ઈન્વેસ્ટરો માટે ગુડ ન્યૂઝ છે. 3એમ ઈન્ડિયા લિમિટેડ (3M India Ltd)એ ફાઈનલ ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે. કંપની આગામી સપ્તાહે એક્સ-ડિવિડેન્ડ ટ્રેડ કરશે. આવો વિગતવાર જાણીએ આ વિષયમાં...
રેકોર્ડ ડેટ આ સપ્તાહે
3એમ ઈન્ડિયા લિમિટેડે એક શેર પર 160 રૂપિયાનું ફાઈનલ ડિવિડેન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. સાથે કંપની દરેક શેર પર 525 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડેન્ડ આપશે. યોગ્ય ઈન્વેસ્ટરોને એક શેર પર 685 રૂપિયાનો ફાયદો થશે. કંપની શેર બજારમાં 5 જુલાઈએ એક્સ ડિવિડેન્ડ સ્ટોક તરીકે ટ્રેડ કરશે. એટલે કે આ દિવસે જે ઈન્વેસ્ટરોના નામ કંપનીના રેકોર્ડ બુકમાં રહેશે તેને ડિવિડેન્ડનો લાભ મળશે.
કંપનીએ પ્રથમવાર 21 નવેમ્બર 2022ના એક્સ-ડિવિડેન્ડ સ્ટોક તરીકે ટ્રેડ કર્યું હતું. ત્યારે કંપનીએ 850 રૂપિયાનું ફાઈનલ ડિવિડેન્ડ આપ્યું હતું.
આ પણ વાંચોઃ આ 12 શેરો જે તમને કરોડપતિ બનાવી દેશે! માત્ર 6 મહિનામાં 75 ગણા રૂપિયા વધ્યા
શેર બજારમાં કંપનીનું પ્રદર્શન કેવું છે?
3એમ ઈન્ડિયા લિમિટેડના શેર 1.84 ટકાના ઘટાડા સાથે 36,823.40 રૂપિયા પર બંધ થયા હતા. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 35 ટકાની તેજી જોવા મળી છે. તો છ મહિનામાં શેરની કિંમતમાં 4.9 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં શેર 8.5 ટકા ઉપર ગયો છે. કંપનીનો 52 વીક હાઈ 39,809.65 રૂપિયા છે. કંપનીનો 52 વીક લો 26,650 રૂપિયા છે.
કંપનીમાં પ્રમોટર્સની કુલ ભાગીદારી 75 ટકા છે. તો પબ્લિક ભાગીદારી 12.89 ટકા છે. કંપનીમાં મ્યુચુઅલ ફંડ્સની કુલ ભાગીદારી 7.21 ટકા છે. તો વિદેશી ઈન્વેસ્ટરોની કુલ ભાગીદારી 3.56 ટકા છે.
ડિસ્ક્લેમરઃ આ રોકાણની સલાહ નથી. શેર બજાર જોખમો અધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો.