આ 12 શેરો જે તમને કરોડપતિ બનાવી દેશે! માત્ર 6 મહિનામાં 75 ગણા રૂપિયા વધ્યા, શું તમારી પાસે પણ છે?

સ્મોલ કેપ સ્ટોકમાં Sri Adhikari Brothers Television Networkએ  6 મહિનામાં સૌથી વધુ 7,502% વળતર આપ્યું છે. તેણે 6 મહિનામાં 10 હજાર રૂપિયાને 7.5 લાખ રૂપિયામાં કન્વર્ટ કર્યા છે.

આ 12 શેરો જે તમને કરોડપતિ બનાવી દેશે! માત્ર 6 મહિનામાં 75 ગણા રૂપિયા વધ્યા, શું તમારી પાસે પણ છે?

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક વર્ષોમાં સ્મોલ કેપ શેરોએ જબરદસ્ત રિટર્ન આપ્યું છે. છ મહિનામાં આ શેર્સમાં એટલો ઉછાળો નોંધાયો છે કે રૂ. 10 હજાર રૂપિયા લાખોમાં ફેરવાઈ ગયા છે. અહીં, કેટલાક એવા શેરો વિશે માહિતી આપવામાં આવી રહી છે, જેમણે માત્ર 6 મહિનામાં રોકાણકારોને અદ્ભુત વળતર આપ્યું છે.

આ શેરે 6 મહિનામાં 75 ગણું વળતર આપ્યું 
સ્મોલ કેપ સ્ટોક Sri Adhikari Brothers Television Network 6 મહિનામાં સૌથી વધુ 7,502 % વળતર આપ્યું છે અને 28 જૂનના રોજ આ શેર રૂ. 245.55 પર ટ્રેડિંગ કરી રહ્યો છે. જ્યારે 29 ડિસેમ્બર, 2023ના રોજ આ શેરનો ભાવ રૂ. 3.23 હતો. આ સમયગાળા દરમિયાન આ શેરે રોકાણકારોને 75 ગણું વધુ વળતર આપ્યું છે. એટલે કે, જો કોઈએ 29 ડિસેમ્બરે આ સ્ટૉકમાં 10 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેના 10 હજાર રૂપિયા હવે 7.50 લાખ રૂપિયા થઈ ગયા હોત.

આ શેર 700 ટકાથી વધુ વધ્યા 
Royal India Corporationના શેર બીજા સ્થાને છે. આ સ્મોલ કેપ કંપનીએ છ મહિનામાં 814% વળતર આપ્યું છે. 29 ડિસેમ્બર 2023 ના રોજ શેર નો ભાવ 3.98 રૂપિયા હતો, જે વધીને 36.38 રૂપિયા થઈ ગયો છે. આ જ સમયગાળા દરમિયાન, Tinna Trade, Marsons, Diamond Power Infrastructure અને Healthy Life Agritecના શેરમાં 700% નો ઉછાળો નોંધાયો છે.

અન્ય શેર્સ - Araya Lifespace 602%, Sprite Agro 575 %, Bondada Engineering 568 %, Scenic Exports (India) 553 %, Integra Switchgear 509 % અને Airpace Industries 506 % વધ્યો છે.

બિઝનેસ ટુડેના રિપોર્ટ, મોજો પીએમએસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર દમણિયાએ જણાવ્યું છે કે ઐતિહાસિક રીતે ભારતીય શેરબજારે પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની સરખામણીએ વર્ષના બીજા ભાગમાં સારું પ્રદર્શન કર્યું છે. છેલ્લા દાયકામાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં સરેરાશ વળતર 5% રહ્યું છે, જ્યારે બીજા ભાગમાં તે 9% રહ્યું છે. જો કે, સામાન્ય ચૂંટણીના વર્ષો દરમિયાન આ પેટર્ન બદલાય છે, જેમ કે 2014 અને 2019ના ડેટા દર્શાવે છે.

માર્કેટમાં હાલના ઊંચા વેલ્યુએશનને ધ્યાનમાં રાખીને શેરની પસંદગી કાળજીપૂર્વક કરવી જોઈએ. તેમણે લાર્જ કેપ્સમાં 80% અને મિડ અને સ્મોલ કેપ્સમાં માત્ર 20% રોકાણ ફાળવવાની સલાહ આપી. તેમનું માનવું છે કે ગુણવત્તાયુક્ત શેરોમાં જ રોકાણ કરવું જોઈએ જેથી જોખમ ઓછું થાય.

(નોંધ- કોઈપણ સ્ટોકમાં રોકાણ કરતા પહેલાં કૃપા કરીને તમારા બજાર નિષ્ણાતોની સલાહ લો તમારા નફા કે નુક્સાન માટે ZEE24 kalak કોઈ પણ રીતે જવાબદાર નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news