ગૌરવ પટેલ, અમદાવાદ: શું તમે ઇ કોમર્સ પ્લેટફોર્મ કે મોટા રીટેલ મોલમાં મોટા ડિસ્કાઉન્ટ પર ખરીદી કરીને ખુશ છો? જો જવાબ હામાં હોય તો તમે છેતરાયા છો? મોટી કંપનીઓની પ્રાઈઝ ગીમિકને સમજશો તો થશે કે ઓફરમાં પણ વધારે રકમ આપી ચુક્યા છો? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની વ્યવસ્થા આવતા કોઈપણ ઉત્પાદન પર બેફામ એમઆરપી લખવાની શરૂઆત થઈ જતાં મોટા ખેલાડીઓ દ્વારા ડિસ્કાઉન્ટની મોટી ઓફર આપી ગ્રાહકોને છેતરવાની અને નાના વેપારીઓને ખતમ કરવાની બુમરાણ ઉઠી છે. શું છે સમગ્ર પધ્ધતિ એ જોઈએ આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની વ્યવસ્થા પહેલી જુલાઈ 2017 થી અમલમાં આવી અને એક્સાઈઝના યુગનો અંત આવ્યો. એક્સાઈઝ ડયૂટીની વ્યવસ્થા પ્રાઈઝ કંટ્રોલિંગનું કામ કરતી હતી. પરંતુ જુલાઈ 2017 થી ગુડ્સ એન્ડ સર્વિસની વ્યવસ્થા અમલમાં આવી તેને પરિણામે એક્સાઈઝની વ્યવસ્થા નીકળી ગઈ. તેથી કોઈપણ પ્રોડક્ટના એમઆરપી લખવા પર કોઈ જ નિયંત્રણ રહ્યું નથી. પરિણામે 10 રૂપિયાના ઉત્પાદન ખર્ચવાળી વસ્તુની મહત્તમ છૂટક કિંમત 100 લખી દેતા ઉત્પાદકો ખચકાટ અનુભવતા નથી. તેને કારણે મોટી રકમના ડિસ્કાઉન્ટ આપવાનો ખેલ ચાલુ થયો છે. આ સ્થિતિએ નાના રીટેલ વેપારીઓની સ્થિતિ વિકટ બની છે તેઓ માંગ કરી રહ્યા છે કે સરકાર મનફાવે કિંમત લખતી કંપનીઓ પર કંટ્રોલ લાવે.


ગાંધીનગર મનપાની બે મહિલા કોર્પોરેટરના પતિઓ વચ્ચે વિખવાદ, વોટ્સએપ ચેટના સ્ક્રીન શોર્ટ થયા વાયરલ


ઉદાહરણ તરીકે સમજીએ તો 32 ઇંચના એલઈડી ટીવીની કિંમત 12-13 હજાર હોય તો પણ તેની મહત્તમ કિંમત 29,900 લખી દેવામાં આવે છે. તેના પર તગડું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે. રિટેઈલ ચેઈન ધરાવનારાઓ અને ઓનલાઈન માર્કેટિંગ કરનારાઓ મોટા ઓર્ડર આપતા હોવાથી તેમને બહુ જ મોટા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે. તેની સામે છૂટક દુકાન ધરાવનારાઓ દ્વારા મર્યાદિત સંખ્યામાં ઓર્ડર આપવામાં આવતા હોવાથી તેમને મર્યાદિત ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.


સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય બદલાતા અંબાજી મંદિરનુ શિડ્યુલ પણ બદલાયું 


આ સ્થિતિમાં મોટી રિટેઈલ ચેઈનના છૂટક વેચાણ ભાવ કરતાં નાના દુકાનદારોના ખરીદભાવ ઊંચા થઈ જાય છે. તેમના ધંધા ખતમ થઈ રહ્યા છે. તેથી જ રિલીફ રોડ ઇલેક્ટ્રોનિક્સ બજારના વેપારીઓ ખફા છે અને એમઆરપી લખવા માટે અલગથી કાયદો બનાવવાની કે અન્ય કોઈ વ્યવસ્થા ઊભી કરવાની માગણી કરવામાં આવી રહી છે. કારણ કે આ સ્થિતિમાં મોટું ડિસ્કાઉન્ટ હોવા છતાં પણ ગ્રાહકોને તો વસ્તુ બજારમાં મળે એના કરતા મોંઘી જ પડતી હોય છે. આ સિવાય ગ્રાહકો નાના બજારો સુધીનાં પહોચતા વેપારીઓને પણ નુકસાન થઇ રહ્યું છે.


ધર્મ પરિવર્તનનો ધંધો, આવુ જ ચાલશે તો આખુ ગુજરાત વટલાઈ જશે, કચ્છના પશુપાલકને ધર્મ બદલવા લાલચ અપાઈ


કોઈપણ વસ્તુની ઉત્પાદન કિંમત પર હોલસેલર, રિટેલરના નિશ્ચિત માર્જિન નક્કી કરીને એમઆરપી લખવાની કાયદાકીય જોગવાઈ કરવાની હવે તાતી જરૃરિયાત છે. અત્યારે રૃા.10 ની કિંમતની વસ્તુ પર 100 ની એમઆરપી લખાતી હોવાનું જોવા મળે છે. દવાની વાત કરો કે પછી પ્લાસ્ટિકની કોઈપણ બનાવટ હોય દરેકમાં આ જ રીતે એમઆરપી લખાય છે. એમઆરપી લખવા માટેના કોઈપણ નિયમ નથી. એના કારણે ડિસ્કાઉન્ટના ખેલ ચાલી રહ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube