Porbandar: પોરબંદર નજીક આવેલી આ જગ્યા જોઈ ભુલી જશો ગોવા અને માલદિવના દરિયાકિનારા, રોડ ટ્રીપ માટે બેસ્ટ જગ્યા
Madhavpur Beach: ગુજરાત એક સુંદર અને સમૃદ્ધ રાજ્ય છે. અહીં ફરવાલાયક અનેક સ્થળો આવેલા છે. જેમાં સૌથી વધુ એવી જગ્યાઓ છે જે દરિયાકાંઠે વસેલી હોય. આજે તમને આવી જ એક સુંદર જગ્યા વિશે જણાવીએ જેનો સંબંધ શ્રીકૃષ્ણ સાથે છે પણ આ જગ્યા દ્વારકા નથી. અહીં વાત થઈ રહી છે દ્વારકાથી સોમનાથ જતા રસ્તામાં આવતા માધવપુર ઘેડ વિશે.
પોરબંદરથી 58 કિલોમીટર દુર
પોરબંદરથી 58 કિલોમીટર દુર હાઈવે પર વસેલું આ ગામ છે. જ્યાં નો દરિયાકિનારો માલદિવ્સને પણ ટક્કર મારે તેવી સુંદરતા ધરાવે છે. માધવપુર બીચ તેની સુંદરતાના કારણે દેશમાં જ નહીં વિદેશના પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે.
માધવપુર ઘેડ
માધવપુર ઘેડ જૂનાગઢ અને પોરબંદર વચ્ચે આવતી ફરવાની સુંદર જગ્યા છે. અદ્ભુત સૌંદર્ય ધરાવતા દરિયાકિનારા સિવાય અહીં નાળિયેરના બગીચા, સુંદર હરિયાળી વચ્ચે મળતી શાંતિ તમારા પ્રવાસને સાર્થક કરવા માટે પુરતી છે.
સુંદર રેતાળ દરિયાકિનારો
ગુજરાતના સૌથી સુંદર રેતાળ દરિયાકિનારામાં માધવપુરનો દરિયો સૌથી સુંદર છે. અહીંની સુંદરતા અને શાંતિ વિદેશી પ્રવાસીઓને પણ આકર્ષિત કરે છે. અહીં બારેમાસ પ્રવાસીઓની ભીડ જોવા મળે છે.
માધવરાય મંદિર
માધવપુરમાં બીચ ઉપરાંત માધવરાય મંદિર પણ આકર્ણનું કેન્દ્ર છે. માન્યતા છે કે ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે રુક્ષ્મણીજીનું હરણ કરી દ્વારકા જતા હતા તો તેમણે માધવપુરમાં આવેલા મધુવનમાં તેમની સાથે વિવાહ કર્યા હતા. જેની યાદમાં દર વર્ષે માધવપુરમાં ચૈત્ર મહિનામાં ધામધૂમથી માધવરાય અને રુક્ષ્મણીજીના વિવાહનો 5 દિવસનો ઉત્સવ ઉજવાય છે.
ઓશો આશ્રમ
માધવપુર ઘેડમાં ઓશો આશ્રમ પણ આવેલું છે જ્યાં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ પહોંચે છે. જો તમારે પણ આ જગ્યાએ ફરવા જવું હોય તો જણાવી દઈએ કે માધવપુર બીચ પોરબંદરથી અંદાજે 60 કિમી, સોમનાથથી 74 કિમી અને રાજકોટથી 148 કિમી દુર છે.
Trending Photos