Zero Balance Account: તમને યકીન નહીં થાય! તમારા ખાતામાં ઝીરો બેલેન્સ હશે તો પણ ઉપાડી શકશો 10 હજાર, જાણો આ પ્રોસેસ
Zero Balance Account: જો તમારા ખાતામાં પૈસા નથી તો પણ તમે જનધન ખાતું ખોલવાશો તો ઓવરડ્રાફ્ટથી તમારા ખાતામાં 10 હજાર રૂપિયા સુધી ઉપાડી શકશો. વધુ વિગતો માટે વાંચો આ અહેવાલ.
Zero Balance Account: જો તમારા ખાતામાં પૈસા નથી તો પણ તમે જનધન ખાતું ખોલવાશો તો ઓવરડ્રાફ્ટથી તમારા ખાતામાં 10 હજાર રૂપિયા સુધી ઉપાડી શકશો. વધુ વિગતો માટે વાંચો આ અહેવાલ.
Zero Balance Account: જો તમે પ્રધાનમંત્રી જનધન ખાતું ખોલાવ્યું નથી તો તરત જ ખોલાવી લો. આ અંતર્ગત હવે ઝીરો બેલેન્સ પરના બેંક ખાતાઓની સંખ્યા 41 કરોડને પાર થઈ જશે. સાથે ખાતાધારકોને અનેક સુવિધાઓ મળશે. આ ખાતાની મદદથી તમે 10 હજાર સુધી ઉપાડી શકશો. અને આ સિવાય ડેબિટ કાર્ડની સુવિધા પણ આપવામાં આવશે. જેથી તમે ખાતામાંથી પૈસા ઉપાડી શકો અને ખરીદી પણ કરી શકો.
2014માં શરૂ કરવામાં આવી હતી આ યોજના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં સ્વતંત્રતા દિવસના સંબોધનમાં આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના આ વર્ષે 28 ઓગસ્ટથી શરૂ કરવામાં આવી હતી. સરકારે 2018 માં વધુ સુવિધાઓ અને લાભો સાથે આ યોજનાનું બીજું સંસ્કરણ શરૂ કર્યું હતું.
ઝીરો એકાઉન્ટ બેલેન્સની સંખ્યામાં થયો ઘટાડો
મંત્રાલયના અનુસાર 2015 પછી સતત ઝીરો બેલેન્સવાળા ખાતાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. માર્ચ 2015માં 58 ટકા ખાતા એવા પણ હતા જેમાં બેલેન્સ ન હતું. એટલે કે હવે આ લોકો પણ ખાતા પૈસા જમા કરાવે છે. જાણો આમાંથી મળતી સુવિધા વિશે.
સોનાના ભાવમાં જોરદાર કડાકો! ફક્ત 33,000 રૂપિયામાં મળે છે 10 ગ્રામ ગોલ્ડ
આ 'સંત'ના તો PM મોદી પણ છે ફેન, અંબાણી બ્રધર્સના ઝઘડામાં કરાવી હતી મધ્યસ્થતા!
જો તમે ભજીયા ખાતા હોવ તો સાવધાન!, આ વસ્તુ ખાસ ધ્યાનમાં લો નહીં તો મુશ્કેલીમાં મુકાશો
મળશે આ સુવિધાઓ
1. જનધન યોજનાના અંતર્ગત 10 વર્ષથી ઓછી વયના બાળકોના ખાતા ખુલશે
2. આ યોજનાના અંતર્ગત ખાતું ખોલાવવા પર rupay ATM કાર્ડ, 2 લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો, 30 હજાર રૂપિયાના લાઈફ કવર અને જમા રાશિ વ્યાજ મળશે.
3. તમને આના પર 10 હજાર સુધી ઓવરડ્રાફટની સુવિધા પણ મળશે.
4. આ ખાતું કોઈપણ બેંકમાં ખોલાવી શકાય છે.
5. આમાં તમારે મિનિમમ બેલેન્સ જાળવવાની જરૂર નથી
જનધન ખાતા ખોલવવા માટે જરૂરી આ ડોક્યુમેન્ટ
જન ધન ખાતું ખોલવા માટે આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત તમારા ગ્રાહકને જાણો (KYC) ની જરૂરિયાતને પૂર્ણ કરતા દસ્તાવેજો પણ સબમિટ કરી શકો છો. જો તમારી પાસે દસ્તાવેજો નથી, તો તમે નાનું ખાતું ખોલી શકો છો. આમાં, તમારે બેંક અધિકારીની સામે સ્વ-પ્રમાણિત ફોટોગ્રાફ અને તમારી સહી ભરવાની રહેશે. જન ધન ખાતું ખોલવા માટે તમારે કોઈપણ પ્રકારની ફી અથવા ચાર્જ ચૂકવવાની જરૂર નથી. 10 વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ આ ખાતું ખોલાવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube