Gold Rate Today: સોનાના ભાવમાં જોરદાર કડાકો! ફક્ત 33,000 રૂપિયામાં મળે છે 10 ગ્રામ ગોલ્ડ

Gold Price Today:  IBJA ની વેબસાઈટ પર અપાયેલા સોના અને ચાંદીના ભાવ અહીં જણાવવામાં આવેલ છે. સોના અને ચાંદીના આજના ભાવની સરખામણી શુક્રવારના બંધ ભાવથી કરીને ઘટાડો દર્શાવવામાં આવ્યો છે. જાણો લેટેસ્ટ MCX ભાવ અને શરાફા બજારમાં શું ભાવ ચાલે છે....

Gold Rate Today: સોનાના ભાવમાં જોરદાર કડાકો! ફક્ત 33,000 રૂપિયામાં મળે છે 10 ગ્રામ ગોલ્ડ

Gold Price Today: જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન ધડી રહ્યા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. તમારી પાસે ફક્ત 33,000 રૂપિયામાં ગોલ્ડ જ્વેલરી ખરીદવાની તક છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX Gold price) પર સોનું અને ચાંદીના ભાવમાં આમ તો તેજી જોવા મળી રહી છે.  પરંતુ આમ છતાં ગોલ્ડ રેકોર્ડ હાઈથી લગભગ 3000 રૂપિયા સસ્તુ મળી રહ્યું છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના શું  ભાવ છે તે જાણો. 

MCX પર સોના ચાંદીના ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં આજે તેજી જોવા મળી રહી છે. એમસીએક્સ પર સોનાનો ભાવ 0.30 ટકાની તેજી સાથે 55,888 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે. જ્યારે ગત ક્લોઝિંગ પ્રાઈઝ 55,721 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. આ ઉપરાંત ચાંદીના ભાવ 0.42 ટકાના વધારા સાથે 64674 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે છે. 

33,000 રૂપિયામાં મળે છે સોનું
અત્રે જણાવવાનું કે ગોલ્ડ કેરેટ પ્રમાણે વેચાતું હોય છે. જેમાં 24 કેરેટ, 23 કેરેટ, 22 કેરેટ, 18 કેરેટ, અને 14 કેરેટમાં સોનું મળે છે. હાલ 14 કેરેટ ગોલ્ડનો ભાવ 10 ગ્રામના 32820 રૂપિયા છે તો તમે 14 કેરેટ સોનું લગભઘ 33,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ખરીદી શકો છો. 

જ્વેલરી માર્કેટમાં સોનાના ભાવ
IBJA ની વેબસાઈટ પર અપાયેલા સોના અને ચાંદીના ભાવ અહીં જણાવવામાં આવેલ છે. સોના અને ચાંદીના આજના ભાવની સરખામણી શુક્રવારના બંધ ભાવથી કરીને ઘટાડો દર્શાવવામાં આવ્યો છે. 

ગોલ્ડ 999 (24 કેરેટ)- 5 રૂપિયા ઘટીને 56103 રૂપિયા (10 ગ્રામ)

ગોલ્ડ 995 (23 કેરેટ)- 5 રૂપિયા ઘટીને 55878 રૂપિયા (10 ગ્રામ)

ગોલ્ડ 916 (22 કેરેટ)- 5 રૂપિયા ઘટીને 51390 રૂપિયા (10 ગ્રામ)

ગોલ્ડ 750 (18 કેરેટ)- 4 રૂપિયા ઘટીને 42077 રૂપિયા (10 ગ્રામ)

ગોલ્ડ 585 (14 કેરેટ)- 3 રૂપિયા ઘટીને 32820 રૂપિયા (10 ગ્રામ)

ચાંદી (999)  - 154 રૂપિયા ઘટીને 64,139 રૂપિયા (પ્રતિ કિલો)

2994 રૂપિયા સસ્તું થયું સોનું
IBJA ની વેબસાઈટ મુજબ 2 ફેબ્રુઆરી 2023ના રોજ સોનાના ભાવ રેકોર્ડ હાઈ પર હતા. તે દિવસે ગોલ્ડનો ભાવ 58,882 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર પહોંચી ગયો હતો. બીજી બાજુ ગોલ્ડનો ભાવ 55,888 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે. જો આ હિસાબે જુઓ તો સોનું હાલ 2994 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. 

ગોલ્ડ ખરીદતા પહેલા રાખો ધ્યાન
જો તમે પણ માર્કેટમાં સોનાની  ખરીદી કરવા જઈ રહ્યા છો તો હોલમાર્ક જોઈને જ ગોલ્ડની ખરીદી કરો. સોનાની શુદ્ધતાને ચેક કરવા માટે તમે સરકારી એપનો પણ ઉપયોગ કરી શકો છો. ‘BIS Care app’ દ્વારા તમે ગોલ્ડની પ્યોરિટી ચેક કરી શકો છો કે તે અસલી છે કે નકલી. આ સિવાય તમે આ એપ દ્વારા ફરિયાદ પણ કરી શકો છો. 

24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news