નવી દિલ્હી: LAC પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવના માહોલના કારણે સામાન અને બ્રાન્ડ્સને લઈને ચિંતા વધી ગઈ છે. આપણા દેશમાં હજુ પણ કેટલીક બ્રાન્ડ એવી છે કે ખુબ લોકપ્રિય છે પરંતુ લોકોને તે જાણીને નવાઈ લાગશે કે તેમાથી કેટલીક ટોપ સેલિંગ બ્રાન્ડ વાસ્તવમાં ચીની સ્વામિત્વવાળા (Chinese owned) છે. આ બ્રાન્ડ્સ પર ચીનના માલિકોનો હક છે. અહીં તમને એવી જ 5 લોકપ્રિય એપ્સ અને બ્રાન્ડ્સ વિશે જણાવીએ છીએ જેમાં ચીનની ભાગીદારી છે અથવા તો એમ કહો કે આ બ્રાન્ડ્સ અને એપ્સ પર ડ્રેગનનું સ્વામિત્વ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટોરોલા (Motorola)
વર્ષ 2014માં ચીનના Lenovo ગ્રુપે 2.91 બિલિયન ડોલરનું પેમેન્ટ કરીને ગૂગલ ઈંક (Google Inc) પાસેથી મોટોરોલા હેન્ડસેટ યુનિટનું અધિગ્રહણ કર્યુ હતું. ત્યારબાદ Googleએ વર્ષ 2012માં 12.5 બિલિયન ડોલરમાં આઈકોનિક સ્માર્ટફોન બ્રાન્ડ અને તેના Prized Patent Portfolioનું અધિગ્રહણ કર્યું હતું. જો કે લિનોવો (Lenovo ) ડીલ હેઠળ સર્ચ એન્જિન ગૂગલે મોટોરોલાના પેટન્ટમાં પોતાની પણ એક ભાગીદારી રાખી હતી. 


એમજી મોટર (MG Motor)
એમજી મોટર્સ પણ ભારતીય ઓટોમોબાઈલ બજારમાં પોતાનું પ્રભુત્વ ધરાવે છે. જાણીને નવાઈ લાગશે કે એમજી મોટર SAIC મોટર UKની એક સહાયક કંપની છે પરંતુ તેમાં પણ ચીનની ભાગીદારી છે. એટલે કે આ કંપની ઉપર પણ ચીનનો માલિકી હક છે. 


રાયટ્સ ગેમ્સ (Riot Games)
જો તમે એક ગેમર હોવ કે મોબાઈલ પર ગેમ રમવાના શોખિન હોવ તો ચોક્કસપણે તમે (Riot Games) અંગે પણ જાણતા જ હશો. ગેમર્સ જ નહીં પરંતુ જે ગેમ રખવામાં રૂચિ ન ધરાવતા હોય તેઓ  પણ લીગ ઓફ લેજન્ડ્સ ગેમ વિશે જાણતા હશે. આ વીડિયો ગેમની દુનિયામાં ખુબ લોકપ્રિય છે. ચીનની કંપની ટેનસેન્ટ (Tencent) એ વર્ષ 2011માં Riot Games ઉપર પણ પોતાનો માલિકી હક મેળવ્યો હતો. આમ આ પણ ચીનની એક બ્રાન્ડ છે. 


જનરલ ઈલેક્ટ્રિકના ઉપકરણ ડિવિઝન (GE Electric appliances)
ચીનની કંપની હાયર (Haier)એ 2019માં જનરલ ઈલેક્ટ્રિકના ઉપકરણ ડિવિઝન(General Electric's appliance division)નું અધિગ્રહણ કર્યું હતું. આ ડીલ બાદ Haier ને રેફ્રિજરેટર, ફ્રીઝર, કપડા ધોવા અને ડ્રાયર બનાવવાના કારોબારમાં પણ સામેલ કરાયું હતું. 


પબજી મોબાઈલ(PUBG Mobile)
પબજી એપ ભારતમાં બેન થઈ ગઈ છે. જો કે અહીં વાત પબજી મોબાઈલની છે. આ સવાલનો જવાબ બહુ સીધો નથી. PlayerUnknown's Battlegrounds ને પબજીના નામથી ઓળખવામાં આવે છે. આ એક મલ્ટીપ્લેયર ગેમ છે જે દક્ષિણ કોરિયાઈ વીડિયો ગેમ કંપની બ્લ્યુહોલ(Bluehole)  સહાયક PUBG કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી છે. જો કે PUBG મોબાઈલનું નિર્માણ બ્લ્યુહોલ કંપનીએ કર્યુ નથી. તેમાં ચીનની કંપની ટેન્સેન્ટ ગેમની 1.5 ટકાની ભાગીદારી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube