નવી દિલ્હીઃ આવનારા દિવસમાં જો તમે હવાઈ યાત્રાનો પ્લાન બનાવી રહ્યાં છો તો જરા રાહ જુઓ. પ્લેન ટિકિટ (Plane ticket) બુક કરાવવાનું મન બનાવી રહ્યાં હોવ તો તમને ઝટકો લાગી શકે છે. દેશમાં ઘરેલૂ હવાઈ યાત્રા હવે મોંઘી બની ગઈ છે. સરકારે હવાઈ ભાડાના પ્રાઇઝ બેન્કને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારના આ નિર્ણય બાદ ઘરેલૂ હવાઈ ભાડામાં ઓછામાં ઓછા 10 ટકા અને વધુમાં વધુ 30 ટકાનો વધારો થશે. વિમાનન મંત્રી હરદીપ સિંહ પુરી (Hardeep Singh Puri) એ હવાઈ યાત્રાના ભાડા પર મર્યાદાઓ નિર્ધારિત કરવાને 'અસાધારણ ઉપાય' ગણાવતા કહ્યુ કે, જેમ ઉડાન સેવાઓ કોવિડ પૂર્વના સ્તર પર પહોંચી જશે, તેના ભાડામાં પ્રાઇઝ બેન્ડને ખતમ કરી દેવામાં આવશે. 


આ પણ વાંચોઃ શુક્રવારે લોન્ચ થશે CNGથી ચાલતું ભારતનું પ્રથમ ટ્રેક્ટર, જાણો તેની ખાસિયત 


મોંઘી થશે વિમાન યાત્રા


ઉડાનનો સમય જૂનો બેન્ડ (રૂપિયા) નવો બેન્ડ (રૂપિયા)
40 મિનિટ સુધી  2,000-6,000 2,200-7,800
40-60 મિનિટ 2,500-7,500 2,800-9,800
60-90 મિનિટ 3,000-9,000 3,300-11,700
90-120 મિનિટ 3,500-10,000 3,900-13,000
120-150 મિનિટ 4,500-13,000 5,000-16,900


વિમાન મંત્રીએ કહી આ વાત
પુરીએ રાજ્યસભા (Rajyasabha) માં પ્રશ્ન કાળ દરમિયાન પૂરક પશ્નના ઉત્તરમાં કહ્યું કે, નાગર વિમાનન ક્ષેત્રને 23 માર્ચ 2020થઈ કોરોના મહામારી દરમિયાન સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યું હતું અને તેને 25 મેના વિભિન્ન દિશા-નિર્દેશોની સાથે ફરી શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, અમારો પ્રયાસ હંમેશાથી રહ્યો છે કે વાસ્તવિક અને સંભવિત ટ્રાફિકથી થોડો વધુ ખોલવામાં આવે. 


આ પણ વાંચોઃ Gold Price Today: આજે વધી ગયા સોના-ચાંદીના ભાવ, જાણો નવી કિંમત


કોરોના કાળમાં લગાવવામાં આવ્યું હતું કેપિંગ
તેમણે કહ્યું કે,  હવાઈ ભાડા પર ઓછી તથા વધુ મર્યાદા લગાવવાનું પગલું એક અસાધારણ ઉપાય ગતો જે અસાધારણ પરિસ્થિતિઓને કારણે જરૂરી થઈ ગયો હતો. તેની પાછળ તે ઇરાદો હતો કે સીમિત ઉપલબ્ધતાની સ્થિતિમાં એરલાયન મન ફાવે તેમ ભાડુ વસૂલ ન કરે. 


પુરીએ કહ્યુ, અમારો તે ઈરાદો નથી કે ફેયર બેન્ક કોઈ સ્થાયી વિશેષતા રહે. આ મુક્ત અને નિયમન વિહીન બજારની સ્થિતિ પણ ન હોઈ શકે. જેથી અમને આશા છે કે જ્યારે ગરમીઓ સુધી ઉડાનો કોવિડ પૂર્વના સ્તર પર આવી જશે તો અમારે પ્રાઇઝ બેન્ડની જરૂરત રહેશે નહીં. 


વેપારના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube