India's First CNG powered tractor: શુક્રવારે રજૂ થશે સીએનજીથી ચાલનાર ભારતનું પ્રથમ ટ્રેક્ટર, નીતિન ગડકરી ખુદ કરશે લોન્ચ

India's First CNG powered tractor: શુક્રવારે નીતિન ગડકરી ભારતનું પ્રથમ સીએનજી ટ્રેક્ટર બજારમાં રજૂ કરશે. તેનાથી ઈંધણના ખર્ચ પર વર્ષે લગભગ એક લાખ રૂપિયાની બચત કરી શકાય છે. 

 India's First CNG powered tractor:  શુક્રવારે રજૂ થશે સીએનજીથી ચાલનાર ભારતનું પ્રથમ ટ્રેક્ટર, નીતિન ગડકરી ખુદ કરશે લોન્ચ

નવી દિલ્હીઃ India's First CNG powered tractor: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (nitin gadkari) શુક્રવારે ભારતનું પ્રથમ સીએનજી ટ્રેક્ટર બજારમાં રજૂ કરશે. સરકારે ગુરૂવારે આ જાણકારી આપતા કહ્યું કે, તેનાથી ઈંધણના ખર્ચ પર વાર્ષિક લગભગ એક લાખ રૂપિયા સુધીની બચત કરી શકાય છે. ટ્રેક્ટરને ડીઝલથી સીએનજી ઈંધણ વાળુ બનાવવામાં આવ્યું છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, 'સીએનજીમાં પરિવર્તિત ભારતનું પ્રથમ ડીઝલ ટ્રેક્ટર શુક્રવારે રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી ઔપચારિક રૂપથી બજારમાં રજૂ કરશે.'

નિવેદનમાં તે પણ કહેવામાં આવ્યું છે રે રામમૈટ ટેક્નો સોલ્યૂશન અને ટોમાસેટો એશિલ ઈન્ડિયા દ્વારા સંયુક્ત રૂપથી પરિવર્તિત અને વિકસિત આ ટ્રેક્ટરથી કિસાનોનો ખર્ચ ઓછો કરવા અને ગ્રામીણ ભારતમાં રોજગારનો અવસર પેદા કરવામાં મદદ મળશે. આ તકે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, નરેન્દ્ર સિંહ તોમર, પરષોતમ રૂપાલા અને વીકે સિંહ પણ હાજર રહેશે. નિવેદનમાં કહેવામાં આવ્યું, 'કિસાનો માટે સૌથી મહત્વપૂર્ણ લાભ, ઈંધણના ખર્ચમાં વાર્ષિક એક લાખ રૂપિયાની બચત થશે, જેથી તેને પોતાની આજીવિકામાં સુધાર કરવામાં મદદ મળશે.'

નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ વધુ સુરક્ષિત છે કારણ કે સીએનજી ટેન્ક પર સીલ લગાવવામાં આવ્યું છે. તેમાં ઈંધણ ભરવા દરમિયાન કે ઈંધણ ફેલાવાની સ્થિતિમાં વિસ્ફોટનો ખતરો ઓછો હોય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે, 'તેનું ભવિષ્ય છે, કારણ કે વર્તમાનમાં વિશ્વભરમાં લગભગ 1.2 કરોડ વાહન પહેલાથી જ પ્રાકૃતિક ગેસથી સંચાલિત છે અને દરરોજ વધુ કંપનીઓ અને નગરપાલિકાઓ સીએનજી વિતરણમાં સામેલ થઈ રહી છે.' તેમાં કહેવામાં આવ્યું કે, ડીઝલની તુલનામાં સીએનજીમાં કાર્બન ઉત્સર્જનમાં 70 ટકાની કમી થાય છે. તેનાથી કિસાનોને ઈંધણના ખર્ચમાં પણ 50 ટકા સુધીની બચત થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news