નવી દિલ્હી: લોકડાઉન 4.0માં ઘણી છૂટછાટ મળ્યા બાદ હવે સોમવારથી એટલે કે 25મેથી ઘરેલૂ ઉડાનો પણ શરૂ કરવા જઇ રહી છે. આ સંબંધમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા તમામ એરલાઇન અને એરપોર્ટને સૂચના આપવામાં આવી છે. તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કોરોનાના લીધે એરપોર્ટ, એરલાઇન, હવાઇ મુસાફરો અને સુરક્ષા એજન્સેઓને સ્ટાડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર ( SOP)નું પાલન કરવું પડશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટેસિંગ સૌથી જરૂરી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સંબંધમાં ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે સ્થાનિક ઉડાનોનું સંચાલન 25મે સુધી ક્રમિક રીતે શરૂ કરવામાં આવશે. કોરોના વાયરસની સારવાર માટે જ્યારે 25 માર્ચ પહેલાં લોકડાઉન લાગૂ થયું હતું, ત્યારબાદથી જ કોમર્શિયલ ઉડાનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. 


નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરી કહ્યું કે તમામ એરપોર્ટ અને એરલાઇન્સને 25મેથી ક્રમિક રીતે સ્થાનિક ઉડાનો શરૂ કરવા વિશે સૂચિત કરવામાં આવ્યા છે. જોકે મંત્રાલય યાત્રીઓની અવર-જવર માટે ગાઇડલાઇન્સ અલગથી જાહેર કરશે. તેમાં સ્પેશિયલ ઓપરેટિંગ પ્રોસીઝર (SOP) એટલે કે યાત્રા માટે અનિવાર્ય શરતો અને માપદંડો વિશે જાણકારી આપવામાં આવશે. 


જોકે તે પહેલાં 18 મેન રોજ જ્યારે લોકડાઉનના ચોથા તબક્કાને 31મે સુધી વધારવાની જાહેરાત કરી હતી તો તે દરમિયાન નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA)એ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓને 31 મે સુધી રદ કરવાની વાત કહી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર