નવી દિલ્હી: Driving License Online: ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા માટે હવે તમારે RTO જવાની જરૂર પડશે નહીં. RTO સંબંધિત 18 સેવાઓ હવે ઓનલાઈન થઈ ગઈ છે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી એક નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં કહેવાયું છે કે RTO તરફથી આપવામાં આવતી અનેક જરૂરી સેવાઓ ડિજિટલ કરી દેવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરેશાની વગર મળશે સુવિધાઓ
રોડ, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવાયું છે કે નાગરિકોને સુવિધાજનક અને કોઈ પણ પરેશાની વગર સેવાઓ આપવા માટે, મંત્રાલયના નાગરિકોને Implementing agencies ના માધ્યમથી સંપર્ક રહિત સેવાઓનો લાભ ઉઠાવવા માટે આધારની જરૂરિયાત અંગે જણાવવા, મીડિયા અને વ્યક્તિગત નોટિસ દ્વારા વ્યાપક પ્રચાર માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. 


આધાર સાથે ડ્રાઈવિંગ લાઈસન્સ, RC ને લિંક કરવું પડશે
અત્રે જણાવવાનું કે સરકારે ડ્રાઈવિંગ લાઈસન્સ અને ગાડીના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) ને આધાર સાથે લિંક કરાવવાનું કહ્યું છે. ત્યારબાદ હવે આધાર વેરિફિકેશન દ્વારા ઓનલાઈન સર્વિસ લઈ શકાશે. સરકારના આ પગલાંથી RTO પર ભેગી થનારી ભીડથી લોકોને રાહત મળશે. લોકો આધાર લિંક્ડ વેરિફિકેશનથી અનેક સેવાઓ  ઘરેબેઠા મેળવી શકશે. 


આ 18 સેવાઓ થઈ ઓનલાઈન
આધાર વેરિફિકેશન દ્વારા 18 સુવિધાઓ ઓલાઈન કરાઈ છે. જેમાં લર્નિંગ ડ્રાઈવિંગ લાઈસન્સ, ડ્રાઈવિંગ લાઈસન્સનું રિન્યૂઅલ, (જેમા ડ્રાઈવિંગ ટેસ્ટની જરૂર નથી), ડુપ્લિકેટ ડ્રાઈવિંગ લાઈસન્સ, ડ્રાઈવિંગ લાઈસન્સ અને ગાડીઓની આરસીમાં એડ્રસ ચેન્જ, ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમિટ, લાઈસન્સથી વાહનની શ્રેણીને સરન્ડર કરવી, અસ્થાયી વાહન રજિસ્ટ્રેશન, સંપૂર્ણ બોડી સાથેના મોટર વાહનના રજિસ્ટ્રેશન માટે અરજી સેવાઓ સામેલ છે. 


Petrol Price: 75 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે પેટ્રોલ!, જાણો શું છે ફોર્મ્યુલા 


Assam Assembly Election: 'કોઈ પણ રીતે ભાજપને હરાવવાનો છે, કુરબાની આપવા તૈયાર'


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube