Petrol Price: 75 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે પેટ્રોલ!, જાણો શું છે ફોર્મ્યુલા
પેટ્રોલ (Petrol ) તમને 75 રૂપિયે પ્રતિ લીટર મળી શકે તેમ છે. પરંતુ કેવી રીતે? તેનો હિસાબ લગાવ્યો છે SBI ના અર્થશાસ્ત્રીઓએ અને તેમણે આ માટે એક રિપોર્ટ પણ બહાર પાડ્યો છે.
Trending Photos
મુંબઈ: પેટ્રોલ (Petrol ) તમને 75 રૂપિયે પ્રતિ લીટર મળી શકે તેમ છે. પરંતુ કેવી રીતે? તેનો હિસાબ લગાવ્યો છે SBI ના અર્થશાસ્ત્રીઓએ અને તેમણે આ માટે એક રિપોર્ટ પણ બહાર પાડ્યો છે. કારણ કે જે પ્રકારે પેટ્રોલ-ડીઝલના ભાવ બેકાબૂ થયા છે તેના કારણે સામાન્ય માણસનું બજેટ વેરણછેરણ થઈ ગયું છે. દેશની અર્થવ્યવસ્થા માટે પણ જોખમ પેદા થયું છે.
પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવો- SBI ઈકોનોમિસ્ટ
SBI ના અર્થશાસ્ત્રીઓને કહેવું છે કે પેટ્રોલને Goods and Services Tax (GST) હેઠળ લાવવામાં આવે તો પેટ્રોલનો ભાવ 75 રૂપિયા પ્રતિ લીટર થઈ શકે છે. પરંતુ અહીં રાજનીતિક ઈચ્છાશક્તિની ઉણપ છે. જેના કારણે ઓઈલના ભાવ દુનિયામાં સૌથી વધુ છે, ડીઝલના ભાવ પણ 68 રૂપિયા પ્રતિ લીટર થઈ શકે છે. તેનાથી કેન્દ્ર અને રાજ્યની સરકારોની કમાણીમાં ફક્ત 1 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થશે જે GDP ના ફક્ત 0.4 ટકા છે.
મસમોટા ટેક્સથી મોંઘુ બન્યું પેટ્રોલ
પેટ્રોલ ( (Petrol )) અને ડીઝલના ભાવનું આ આખું ગણિત SBI ના અર્થશાસ્ત્રીઓએ 60 રૂપિયા પ્રતિ બેરલ ક્રૂડ ઓઈલ અને 73 રૂપિયા પ્રતિ ડોલરના એક્સચેન્જ રેટને આધાર માનીને કાઢ્યો છે. હાલ દરેક રાજ્ય પેટ્રોલ અને ડીઝલ પર પોતાની રીતે ટેક્સ વસૂલે છે. જ્યારે કેન્દ્ર સરકાર પણ ડ્યૂટી અને સેસથી કમાણી કરે છે. પેટ્રોલના ભાવ દશના કેટલાક ભાગો જેમ કે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 100 રૂપિયા પ્રતિ લીટર પાર જતો રહ્યો ચે અને એ વાતની ચિંતા વ્યક્ત કરાઈ રહી છે કે ઊંચા ટેક્સના કારણે ઓઈલ મોંઘુ થઈ રહ્યું છે.
રાજકીય ઈચ્છાશક્તિની ઉણપ- SBI રિપોર્ટ
SBI ના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે પેટ્રોલ (Petrol )અને ડીઝલને GST ના દાયરામાં લાવવું એ GST ફ્રેમવર્કનો એક અધૂરો એજન્ડો છે અને કિંમતોને નવા ઈનડાઈરેક્ટ ટેક્સ ફ્રેમવર્કમાં લાવવાથી મદદ મળી શકે છે. GST ઈકોનોમિસ્ટનું કહેવું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો ક્રૂડ ઓઈલના ઉત્પાદનોને GST ના દાયરામાં લાવવાથી બચે છે કારણ કે પેટ્રોલિયમ પ્રોડક્ટ પર સેલ્સ ટેક્સ /VAT તેમની કમાણીનો મોટો સ્ત્રોત છે. આથી પેટ્રોલિયમ પ્રોડક્ટને GST ના દાયરામાં લાવવા અંગે રાજકીય ઈચ્છાશક્તિની ઉણપ છે.
રાજ્યો પોતાની રીતે વસૂલે છે ટેક્સ
અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે હાલ રાજ્યો પોતાની જરૂરિયાતના હિસાબે એડ વોલરમ ટેક્સ, સેસ, એક્સ્ટ્રા VAT/સરચાર્જ વસૂલે છે અને આ બધુ ક્રૂડ ઓઈલની કિંમતો, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, ડીલર કમિશન, ફ્લેટ એક્સાઈઝ ડ્યૂટીને ધ્યાનમાં રાખીને લગાવવામાં આવે છે. ક્રૂડ ઓઈલ અને ડોલર રેટ માટે માની લઈએ કે ડીઝલ માટે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ 7.25 રૂપિયા અને પેટ્રોલ માટે 3.82 રૂપિયા છે. ડીઝલ માટે ડીલરનું કમિશન 2.53 રૂપિયા અને પેટ્રોલ માટે 3.67 રૂપિયા છે, પેટ્રોલ પર સેસ 30 રૂપિયા અને ડીઝલ પર સેસ 20 રૂપિયા છે જે કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં બરાબર વહેંચાય છે અને GST રેટ 28 ટકા છે.
ક્રૂડ ઓઈલ 1 ડોલર વધ્યો તો પેટ્રોલ 50 પૈસા મોંઘુ થશે
રિપોર્ટ મુજબ વપરાશમાં વધારો થાય તેની વાત કરીએ તો ડીઝલનો વપરાશ 15 ટકા અને પેટ્રોલનો વપરાશ 10 ટકા વધ્યો તો GST ની અંદર મહેસૂલી ખાધ ફક્ત એક લાખ કરોડ રૂપિયા થશે. ક્રૂડ ઓઈલની કિમતમાં 1 ડોલરનો વધારો થાય તો પેટ્રોલના ભાવ 50 પૈસા વધારી દેશે અને ડીઝલના ભાવ 1.50 રૂપિયા વધી જશે. કુલ અંતર લગભગ 1500 કરોડ રૂપિયા ઓછું કરી દેશે.
સરકાર એક પ્રાઈઝ સ્ટેબલાઈઝેશન ફંડ બનાવે
રિપોર્ટ મુજબ મજેદાર વાત એ છે કે જો ક્રૂડ ઓઈલના ભાવ 10 ડોલર પ્રતિ બેરલ ઘટી જાય તો ફાયદો ગ્રાહકને આપવામાં આવતો નથી અને ભાવને બેઝલાઈન પર રાખવામાં આવે છે તો કેન્દ્ર અને રાજ્ય સરકારોને 18000 કરોડ રૂપિયાની બચત થાય છે. જે 9000 કરોડ રૂપિયાની બચતથી વધુ છે જ્યારે કિંમત આ રીતે વધે છે. આથી અમે સરકારને એક ઓઈલ પ્રાઈઝ સ્ટેબલાઈઝેશન ફંડ બનાવવાનો પ્રસ્તાવ રજુ કરીએ છીએ જેનો ઉપયોગ ખરાબ સમયમાં રેવન્યૂમાં આવેલા ઘટાડા માટે કરી શકાય છે. જેનાથી ગ્રાહકોને પણ અસર નહીં થાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે