Drone Destination IPO: પૈસા રાખો તૈયાર, કાલે ખુલશે આ કંપનીનો આઈપીઓ, જાણો વિગત
Drone Destination IPO: તાજેતરમાં માર્કેટમાં ઘણી કંપનીઓના IPO લોન્ચ કરવામાં આવ્યા છે. હવે 7 જુલાઈએ બીજી કંપની પોતાનો IPO લઈને આવી રહી છે. આ IPO ડ્રોન ડેસ્ટિનેશનનો છે. રોકાણકારો આમાં 11 જુલાઈ સુધી રોકાણ કરી શકે છે. કંપનીએ આ વખતે સારો નફો નોંધાવ્યો છે.
નવી દિલ્હીઃ જો તમે પણ આઈપીઓમાં રોકાણ કરવાનું પસંદ કરો છો તો તમારા માટે સારી તક આવવાની છે. તમે પણ આઈપીઓમાં રોકાણ કરવા ઈચ્છો છો તો પૈસાની વ્યવસ્થા કરી લો. હકીકતમાં કાલ એટલે કે 7 જુલાઈ 2023ના ડ્રોન ડેસ્ટિનેશન Drone Destination IPO)નો આઈપીઓ ખુલવાનો છે. આ આઈપીઓમાં રોકાણકારો 11 જુલાઈ સુધી રોકાણ કરી શકશે. પાછલા દિવસોમાં અનેક કંપનીઓ આઈપીઓ લઈને આવી છે, જેમાં રોકાણકારોને બમ્પર લાભ થયો છે. પરંતુ કેટલાક રોકાણકારોએ નુકસાન પણ ઉઠાવ્યું છે. જો તમે આઈપીઓમાં રોકાણ કરવા ઈચ્છો છો તો તમારા નાણાકીય સલાહકાર સાથે વાત જરૂર કરો.
શું કરે છે કંપની
ડ્રોન ડેસ્ટિનેશન એક DGCA-અધિકૃત રિમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન (RPTO) છે. તે સર્ટિફાઈડ ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવે છે. કંપનીની પાસે ગુરૂગ્રામ, ચંદીગઢ અને ફૂલપુરમાં પોતાના ત્રણ તાલીમ કેન્દ્ર છે. સરકાર આ ક્ષેત્રમાં પોતાના પોર્ટફોલિયોને વધારવા માટે સક્રિય રૂપથી આગળ વધી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું અનુમાન છે કે ભારતીય ડ્રોન બજારનો વર્ષ 2026 સુધી અંદાજિત કારોબાર 120-150 અબજ રૂપિયા સુધી પહોંચી જશે. આ આઈપીઓમાં સંપૂર્ણ રીતે 10 રૂપિયાની ફેસ વેલ્યૂના 68 લાખ ઈક્વિટી શેર જારી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ 1 લાખના બનાવી દીધા 1.30 કરોડ, આ સોલર સ્ટોકે 3 વર્ષમાં આપ્યું 13000% રિટર્ન
કંપનીને થયો નફો
કંપનીને પોતાના શેરને 62-65 રૂપિયાની પ્રાઇઝ બેન્ડ સાથે રજૂ કરશે અને ઈન્વેસ્ટર 1 લોકમાં 2000 શેર માટે બોલી લગાવી શકે છે. માર્ચ 2023ના સમાપ્ત નાણાકીય વર્ષ માટે કંપનીએ 12.07 કરોડ રૂપિયાની આવક અને 2.44 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ હાસિલ કર્યો છે. ઓફરનો લગભગ 50% ક્વોલિફાઈડ સંસ્થાકીય ખરીદદારો માટે, 15% બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને બાકીનો 35% રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે.
આઈપીઓ 7 જુલાઈએ ખુલશે અને 11 જુલાઈએ બંધ થશે. તો તેનું ફાઈનલ એલોટમેન્ટ 14 જુલાઈએ થશે. કંપનીના શેર 19 જુલાઈએ લિસ્ટ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube