લોકડાઉનને કારણે આ ઇન્ડસ્ટ્રીને લાખો-કરોડો રૂપિયાનું નુકશાન, મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થવાની આશંકા
લોકડાઉનમાં મોટી સંખ્યામાં લગ્ન તથા પ્રદર્શનના બુકિંગ કેન્સલ થવાને કારણે કેટરિંગ, મંડપ ડેકોરેટર્સ, પાર્ટી-પ્લોટ, ફોટોગ્રાફી સહિતના તમામ પ્રત્યક્ષ-પરોક્ષ રીતે સંકળાયેલા બિઝનેસિસને જંગી નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
અતુલ તિવારી, અમદાવાદ: ભારત સરકારે કોવિડ-19 મહામારીના ફેલાવાને નિયંત્રણમાં રાખવા દેશભરમાં સજ્જડ લોકડાઉનની જાહેરાત કરતાં અર્થવ્યવસ્થાના લગભગ તમામ ઉદ્યોગો અને ક્ષેત્રોને જંગી ફટકો પડ્યો છે અને ઘણાં ઉદ્યોગો મૃતપાય સ્થિતિમાં આવી ગયાં છે. લગભગ લાખો કરોડનું જંગી કદ ધરાવતા અને કરોડો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પ્રદાન કરતાં વેડિંગ, ઇવેન્ટ અને એક્ઝિબિશન ઇન્ડસ્ટ્રી પણ મંદીના પ્રકોપથી બચી શકી નથી. જોકે, અર્થવ્યવસ્થાને ટેકો આપવા સરકારે સ્પષ્ટ માર્ગદર્શિકા અને દિશાનિર્દેશો સાથે ઉદ્યોગ-ધંધા પુનઃશરૂ કરવાની મંજૂરી આપી છે, પરંતુ વેડિંગ અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી માટે માત્ર રૂ. 100 વ્યક્તિની હાજરીની શરતી મંજૂરી અપાઇ છે અને એક્ઝિબિશન તથા કોન્ફરન્સ સેક્ટરને કોઇ છૂટ આપવામાં આવી નથી, પરિણામે ઉદ્યોગને જરાય રાહત અનુભવાઇ નથી.
લોકડાઉનમાં મોટી સંખ્યામાં લગ્ન તથા પ્રદર્શનના બુકિંગ કેન્સલ થવાને કારણે કેટરિંગ, મંડપ ડેકોરેટર્સ, પાર્ટી-પ્લોટ, ફોટોગ્રાફી સહિતના તમામ પ્રત્યક્ષ-પરોક્ષ રીતે સંકળાયેલા બિઝનેસિસને જંગી નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ભારતના જીડીપીમાં નોંધપાત્ર યોગદાન આપતા આ ઉદ્યોગોએ એક અંદાજ મૂજબ આ તમામ ઉદ્યોગોને કરોડોની ખોટ થઇ છે અને કોઇ નક્કર પગલાં અથવા રાહત આપવામાં નહીં આવે તો ઘણાં ઉદ્યોગો બંધ થઇ જવાના તથા મોટી સંખ્યામાં લોકોની રોજગાર ઉપર જોખમ તોળાઇ ગયું છે.
ATM ચોરોએ 1 કલાક 40 મિનિટ લોખંડના સળિયા વડે કરી મહેનત, જુઓ છેવટે પછી થયું શું?
આ સ્થિતિને લક્ષ્યમાં લઇને આજે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા કેટરિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ ફેડરેશન, ઇવેન્ટ ઇકવીપમેન્ટ રેન્ટલ એસોસિયેશન(EERA), ઇન્ડિયન એક્ઝિબિટર્સ, કોન્ફરન્સિસ એન્ડ ઇવેન્ટ્સ સર્વિસિસ એસોસિયેશન (આઇઇએસએ), વીપીએજી, વીપીઇઇઆરએ તથા મંડપ કેકોર ડાયરર્સ એન્ડ ઇલેક્ટ્રિકલ એસોસિયેશનના પ્રતિનિધિઓ અને ઉદ્યોગના અગ્રણીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારને ઉદ્યોગ માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની તથા કાર્યક્રમમાં માત્ર 100 જ વ્યક્તિ હાજર રહેવાની મર્યાદા ઉઠાવી લેવા વિનંતી કરી હતી.
આ અંગે કેટરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે, "અનલોકની માર્ગદર્શિકા સાથે હાલના સમયમાં મહત્તમ 100 મહેમાનો સાથે લગ્ન સમારંભોનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી છે, તેમ છતાં ઉદ્યોગની આશા મુજબ તે પર્યાપ્ત નથી. ત્યારે સરકાર મહેમાનોના ઉપસ્થિત રહેવાની સંખ્યામાં વધારો કરે તેવી અમારી માગણી છે."
શું પોલીસ આટલું સારું કામ પણ કરી શકે ખરી? આ પોલીસ સ્ટેશન જોઇ તૂટી જશે તમારો ભ્રમ
ઇવેન્ટ મેનેજમેન્ટ ફેડરેશનના સ્થાપક અને પ્રમુખ ડો.જયદીપ મહેતાએ જણાવ્યું હતું કે, “કોવિડ-19ની મહામારીને કારણે અર્થવ્યવસ્થા જંગી નુકશાનનો સામનો કરી રહી છે. નાના-મોટા ઉદ્યોગો કોરોનાના ફટકાએ દરેકને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યુ છે. સરકાર અનલોકિંગની રણનીતિ અપનાવી રહી છે જેણે સેંકડો હજારો ઉદ્યોગોને અસ્તિત્વ ટકાવી રાખવા માટે ચોક્કસપણે ઓક્સિજન પુરુ પાડ્યુ છે. જોકે, વેડિંગ, ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝ અને એક્ઝિબિશનને અનલોકિંગની ગાઇડલાઇનમાંથી આજે પણ રાહતનો શ્વાસ મળ્યો નથી."
ઇન્ડિયન એક્ઝિબિટર્સ, કોન્ફરન્સિસ એન્ડ ઇવેન્ટ્સ સર્વિસિસ એસોસિયેશનના જતીન પટેલ (દેવઘર)એ જણાવ્યું હતું કે, એક્ઝિબિશન ઓર્ગેનાઇઝર્સ તથા સપ્લાયરો આજે ભારે ભીંસમાં આવી ગયાં છે. તેમનું ભાવિ ધૂંધળું થઇ ગયું છે ત્યારે આ સેક્ટરમાં ફરીથી ક્યારે ઉભા થઇ શકશે તે દેખાઇ રહ્યું નથી. માર્ચ 2020થી શરૂ થયેલું લોકડાઉન હજી સુધી ખુલ્યું નથી. આ સેક્ટર દરેક ઉદ્યોગોની અને ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ માટે સીધી સહાય કરે છે. હાલ લોકડાઉનના પાંચ મહિનામાં આ સેક્ટર સાથે સંકળાયેલ તમામ વ્યવસાય કરનારાઓને ખુબજ મોટું નુકશાન થયું છે.
ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ઉદ્યોગોના સંલગ્ન વ્યવસાયોમાં કેટરર્સ, ઇવેન્ટ પ્લાનર્સ, ફુલવાળા, ટેન્ટ અને મંડપ કોન્ટ્રાકટરો, ફર્નિચરવાળા, ટ્રાન્સપોર્ટર, લાઇટ અને સાઉન્ડની સર્વિસ આપનાર કોન્ટ્રાક્ટરો, ફોટોગ્રાફરો અને વીડિયોગ્રાફરો, પ્રિન્ટર્સ, વિવિધ મ્યુઝિકલ અને પર્ફોર્મિંગ આર્ટિસ્ટ, બ્યુટિશિયન, જ્વેલર્સ, કાપડના વેપારીઓ, ડિઝાઇનર્સ, ઇવેન્ટ પ્લાનર્સ, ટૂર ઓપરેટર્સ, હોટલ, બેંક્વેટ-હોલ, પાર્ટી પ્લોટ તથા અન્ય અને ઘણા બધા જોડાયેલા છે. આમ સરકાર દ્વારા કોઇપણ પ્રકારની જાહેરાત એક વિશાળ વર્ગને અસરકર્તા છે.
આ પરિસ્થિતિ ના કારણે અમારી ઈનડસ્ટ્રીઝ ની ઘણી બધી કંપનીઓ બંધ થવાના આરે છે આ સંજોગો માં ઘણાં સાઉન્ડ વાળા એ લોન તથા ખર્ચ ને પહોંચી ન વળવાને પોતાના ધંધા બંધ કરવાની ફરજ પડી હતી અને જો આ પરિસ્થિતિ યથાવત રહે તો બીજા ઘણા લોકો પણ આ પરિસ્થિતિનો ભોગ ન બને તે માટે આ મુદ્દાને ગંભીર રીતે ધ્યાનમાં લેવાની જરૂર છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube