નવી દિલ્હી: Lockdown ની ખરાબ અસર હવે સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ભારતની ઘરેલૂ વિમાન કંપની ગો એર (GoAir)એ પોતાના 90 ટકા કર્મચારીઓને ઘરમાં જ બેસવાનો આદેશ આપ્યો છે. કંપનીએ સાથે જ સ્પષ્ટ કર્યું છે કે લોકડાઉનની આ સ્થિતિમાં તે પોતાના સ્ટાફને પગાર આપી શકે તેમ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગો એરએ પોતાના સ્ટાફને સૂચિત કર્યું છે કે તેમની પાસે કર્મચારીઓને આપવા માટે પૈસા નથી. સાથે જ સ્પષ્ટ કર્યું છે કે લોકડાઉન ખુલ્યા બાદ જ સ્ટાફને નોકરી પર બોલાવવામાં આવશે. આ દરમિયાન લગભગ 90 ટકા સ્ટાફને લીવ વિધાઉટ પે (leave without pay) પર મોકલી દેવામાં આવ્યો છે. એટલે કે તમામ કર્મચારીઓને પગાર વિના ઘરે બેસવાનો વારો આવ્યો છે. 


આ દરમિયાન કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરી તમામ એરલાઇનોને સ્પષ્ટ કહ્યું છે કે લોકડાઉન ખુલ્યા બાદ જ ટિકીટનું વેચાણ શરૂ કરે. મંત્રીએ એ પણ કહ્યું છે કે સરકારનો આદેશ આવે ત્યાં સુધી હાલ ટિકીટોનું વેચાણ થશે નહી. 


ઉલ્લેખનીય છે કે 25 માર્ચથી કોરોના વાયરસની સારવાર માટે આખા દેશમાં લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે . તેના લીધે એરપોર્ટ્સ પણ બંધ છે. સરકારે કહ્યું કે 3 મે પહેલાં એરપોર્ટ્સ ખુલશે નહી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર