પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકો માટે એક શાનદાર સ્કીમ લઈને આવી છે. જેમાંથી તમે સારો એવો નફો મળી શકશે. પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ તેના ગ્રાહકોને સારું વળતર આપી રહી છે. આ મ્યુચ્યુઅલ ફંડનો યુગ છે. અને દરેક વ્યક્તિ તેમાં ઈન્વેસ્ટમેન્ટ કરે છે.  અને પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં ઈન્વેસ્ટમેન્ટ સુરક્ષિત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વ્યાજ મળશે દર 3 મહિને 
પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝીટ સ્કીમ નાની બચત યોજના છે. તમે ઈચ્છો ત્યાં સુધી તેમાં રોકાણ કરી શકો છો. તમે તેમાં 1, 2 વર્ષ કે તેથી વધુ સમય માટે રોકાણ કરી શકો છો. આ સ્કીમ હેઠળ તમને દર ત્રણ મહિને વ્યાજ મળશે. પોસ્ટ ઓફિસ દ્વારા દર ક્વાર્ટરમાં તમારા ખાતામાં વ્યાજ જમા કરવામાં આવશે.


જાણો કેટલું વ્યાજ દર મળશે
આ યોજના પર 5.8 ટકાના દરથી વ્યાજ મળશે.  કેન્દ્ર સરકાર દર ત્રણ મહિને  તેની બચત યોજનાના દર નક્કી કરે છે. તમે આ સ્કીમમાં લાંબા સમય સુધી રોકાણ કરીને લાખો એક્ઠા કરી શકો છો. તમે આ સ્કીમથી લોન પણ લઈ શકો છો. જો તમે આ સ્કીમમાં 12 હપ્તા જમા કરો છો. તો તેના આધારે તમે બેંકો પાસેથી લોન લઈ શકો છો.  તમારા ખાતામાં જમા થયેલી રકમનો 50 ટકા તમને લોન તરીકે મળશે.


તમારા ખાતામાં ઝીરો બેલેન્સ હશે તો પણ ઉપાડી શકશો 10 હજાર, જાણો આ પ્રોસેસ


સોનાના ભાવમાં જોરદાર કડાકો! ફક્ત 33,000 રૂપિયામાં મળે છે 10 ગ્રામ ગોલ્ડ


કુમકુમ ભીંડા'ની ખેતીથી ખેડૂતો થઈ રહ્યા છે માલામાલ! કિંમત અને ફાયદા જાણી દંગ રહી જશો


કેવી રીતે મળશે 16 લાખ 
રિકરિંગ ડિપોઝીટ સ્કીમમાં જો તમે દર મહિને 10 હજાર રૂપિયાનું રોકાણ કરો છો. તો 10 વર્ષ પછી તમને 16 લાખ રૂપિયાથી વધુ મળશે. તમે 10 વર્ષમાં 12 લાખ રૂપિયાનું રોકાણ કરશો. જ્યારે સ્કીનન કાર્યકાળ પૂરો થશે. ત્યારે તમને વળતર તરીકે 4,26,476 રૂપિયા મળશે. આ રીતે તમને 10 વર્ષ પછી કુલ 16,26,476 રૂપિયા મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube