નવી દિલ્હી: જો તમને પણ જૂના સિક્કા કે નોટ ભેગા કરવાનો શોખ હોય તો તમે રાતોરાત કરોડપતિ બની શકો છો. અનેકવાર લોકો જૂના સિક્કા ખુબ સાચવીને રાખે છે. આ સિક્કાની કિંમત આજકાલ ખુબ વધી ગઈ છે. તેના બદલામાં તમને લાખો રૂપિયા મળી શકે છે. આજે અમે તમને આવા જ એક રૂપિયાના સિક્કા વિશે જણાવીશું જે તમને કરોડપતિ બનાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સિક્કાની કિંમત છે 10 કરોડ રૂપિયા
વાત જાણે એમ છે કે 1 રૂપિયાનો આ સિક્કો 10 કરોડ રૂપિયામાં વેચાયો છે. પરંતુ આ કોઈ મામૂલી સિક્કો નહતો. જો તમારી પાસે એવો કોઈ એક રૂપિયાનો સિક્કો હોય કે જે અંગ્રેજોના જમાના (British Rule) નો હોય અને તેના પર સન 1885 પ્રિન્ટેડ હોય તો તેના બદલે તમને 10 કરોડ રૂપિયા મળી શકે છે. આ માટે તમે તેને ઓનલાઈન હરાજી(Online Auction) માં સિક્કો મૂકી શકો છો. 


7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક ખુશખબર, મોંઘવારી ભથ્થા બાદ હવે થશે આ ફાયદો!


ક્યા વેચશો સિક્કો
ઓનલાઈન સેલમાં તમે આ સિક્કાની હરાજી કરીને 9 કરોડ 99 લાખ રૂપિયા સુધી જીતી શકો છો. તમારા મનમાં એ સવાલ જરૂર ઊભો થશે કે આખરે આવા એક સિક્કાના બદલે આટલા પૈસા આપનારા લોકો ક્યાં મળશે? આવો તો જાણીએ તેની હરાજી ક્યા કરવાથી તમને વધુ ફાયદો થશે. આ હરાજીની સમગ્ર પ્રક્રિયા પણ તમને જણાવીએ છીએ. 


Per Day Saving: 100-100 રૂપિયા કરીને પણ મોટું બેંક બેલેન્સ ઊભું કરી શકો છો, આ છે સૌથી સરળ, અને સુરક્ષિત તરકીબ


ઓનલાઈન આ રીતે કરો હરાજી
આવા જૂના સિક્કાની હરાજી માટે તમે OLX પર વિઝિટ કરો. અહીં તમે તમારું લોગઈન આઈડી  બનાવો અને તમારા સિક્કાની હરાજી કરો આ સાથે જ તમે  indiamart.com ઉપર જઈને પણ તમારું આઈડી  બનાવી શકો છો અને હરાજી કરી શકો છો. અહીં તમને લાખો રૂપિયા કમાવવાની તક છે. હરાજી માટે તમારે જૂના સિક્કાનો ફોટો પણ મૂકવો પડશે. અનેક લોકો એન્ટીક વસ્તુઓ ખરીદે છે. કેટલાક લોકોને જૂના સિક્કા ભેગા કરવાનો શોખ હોય છે. તેઓ તમને આ માટે તમારી વસ્તુના સારા એવા પૈસા આપીને ખરીદી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube