ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, થોડા દિવસ પહેલા જ ઉજવ્યો હતો છેલ્લો જન્મદિવસ
Shyam Benegal Died: બોલિવૂડમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઘણી સુપરહિટ ફિલ્મોનું દિગ્દર્શન કરનાર ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન થયું છે. 90 વર્ષની વયે સાંજે સાડા છ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
Trending Photos
Shyam Benegal Died: બોલિવૂડમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઘણી સુપરહિટ ફિલ્મોનું દિગ્દર્શન કરનાર ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન થયું છે. 90 વર્ષની વયે સાંજે 6:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રિપોર્ટ્સ અનુસાર શ્યામ બેનેગલ લાંબા સમયથી કિડનીની સમસ્યાથી પીડિત હતા. ફિલ્મ મેકરના મૃત્યુના સમાચારની પુષ્ટિ તેમની પુત્રી પિયા બેનેગલે કરી હતી. ફેન્સ અને સેલેબ્સ આ સમાચારથી શોકનો માહોલ છે અને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
થોડા દિવસો પહેલા મનાવ્યો હતો જન્મદિવસ
શ્યામ બેનેગલનો જન્મદિવસ 14 ડિસેમ્બરે હતો. તે સમયે સોશિયલ મીડિયા પર બોલિવૂડના ઘણા સ્ટાર્સે તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. પરંતુ કોઈને ખબર નહોતી કે તે દિગ્દર્શકનો છેલ્લો જન્મદિવસ હશે. શ્યામના જન્મદિવસ પર અભિનેત્રી શબાના આઝમીએ પણ તેમની સાથે એક ફોટો શેર કર્યો હતો અને તેમને અભિનંદન પાઠવ્યા હતા, આ ફોટામાં શબાના સાથે નસીરુદ્દીન શાહ અને હસતા શ્યામ બેનેગલ જોવા મળે છે. આ ફોટો શેર કરતી વખતે શબાનાએ લખ્યું હતું કે, 'શ્યામ બેનેગલના 90માં જન્મદિવસ પર મારી ફિલ્મોના સૌથી વધુ કો-એક્ટર રહેલા નસીરુદ્દીન શાહ. ખબર નથી હવે લોકો અમને બન્નેને સાથે કાસ્ટ કેમ નથી કરી રહ્યા.
900થી વધુ ફિલ્મો, ડોક્યુમેન્ટ્રી અને જાહેરાતોનું કર્યું નિર્દેશન
શ્યામ બેનેગલે વર્ષ 1974માં ડાયરેક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની પ્રથમ નિર્દેશિત ફિલ્મ 'અંકુર' હતી. આ પછી તેમણે 1986માં ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો. આ શોનું નામ 'યાત્રા' હતું. તેનું નિર્દેશન તેમણે જ કર્યું હતું.
તેમની સમગ્ર ફિલ્મ કારકિર્દીમાં તેમણે 900થી વધુ ડોક્યુમેન્ટ્રી, જાહેરાતો અને ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. તેમને પદ્મશ્રી અને પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા. આ સાથે તેમને વર્ષ 2005માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે