• ભારતીય ઉદ્યોગપતિ અને મૂળ ગજરાતી સંજીવ મહેતાએ 2005માં કંપનીમાં એન્ટ્રી કરી હતી.

  • આ કંપનીએ ક્યારેય દુનિયા પર રાજ કર્યું હતું, આજે તેના માલિક હોવા પર એક ભારતીય તરીકે તેઓને ગર્વ અનુભવાય છે


ઝી મીડિયા/બ્યૂરો :ભારત સહિત દુનિયાના અનેક મોટા હિસ્સા પર લાંબા સમય સુધી રાજ કરનારી કંપની, જેની પાસે ક્યારેક લાખોની ફોજ હતી. પોતાની ગુપ્તચર એન્જસી હતી, તેમજ દેશોમાંથી ટેક્સ વસૂલ કરવાનો અધિકાર હતો. હવે આ ઈસ્ટ ઈન્ડિયા કંપની (East India Company) ના માલિક એક ભારતીય ઉદ્યોગપતિ બન્યા છે. કંપનીના નવા માલિક સંજીવ મહેતા (Sanjiv Mehta) છે, જે ભારતીય મૂળના મોટા ઉદ્યોગપતિ છે. અને સંજીવ મહેતા એક ગુજરાતી સાહિસક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના 1600 માં થઈ હતી. તે સમયે એલિઝાબેથ (Queen Elizabeth I) પ્રથમ બ્રિટનના મહારાણી હતા. તેઓએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને એશિયામાં કારોબાર કરવાની છૂટ આપી હતી. શરૂઆતમાં કંપની ભારતથી યુરોપમાં મસાલા, ચા અને અસાધારણ વસ્તુઓ મંગાવતી હતી. કંપનીએ પોતાનો મોટાભાગનો કારોબાર ભારતીય ટાપુઓ અને ચીનમાં ફેલાવ્યો હતો. કંપની અનેક પ્રકારના ખાદ્ય પદાર્થો પૂર્વના દેશોમાંથી પશ્ચિમમાં મોકલવા લાગી હતી.  


આ પણ વાંચો : UNમાં ભારતે પાકિસ્તાનનું માથું શરમથી ઝૂકાવી દીધું, ઈમરાન ખાનની ભાષણ વચ્ચે થઈ ફજેતી


1857ની ક્રાંતિ બાદ ઈસ્ટ ઈન્ડિયા કંપની વિખેરાઈ ગઈ હતી. કેમ કે, તે સમયે કંપનીના સૈનિકોએ બ્રિટન અને અંગ્રેજોની વિરુદ્ધ બગાવત કરી હતી. પરંતુ તેના છતા કંપનીનું અસ્તિત્વ બની રહ્યું હતું. આજે પણ આ કંપની દુનિયાભરની યાદ અને ઈતિહાસના પાનામાં નોંધાયેલ છે. 


ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ઓળખ તે સમયે એક દમનકારી કંપની તરીકે થઈ હતી. જે હિન્દુસ્તાનીઓનું ઉત્પીડન કરતી હતી. વર્ષ 2003માં શેર ધારકોના એક ગ્રૂપે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ખરીદી હતી. તેઓએ એકવાર ફરીથી ચા અને કોફી વેચવાનો કારોબાર શરૂ કર્યો હતો. 


આ પણ વાંચો : નશાનો કારોબાર દ્વારકા સુધી પહોંચ્યો, મોડી રાત્રે પકડાયું 6 કિલોનું ચરસ 


ગુજરાતી ઉદ્યમીએ બદલી ઓળખ
ભારતીય ઉદ્યોગપતિ અને મૂળ ગજરાતી સંજીવ મહેતાએ 2005માં કંપનીમાં એન્ટ્રી કરી હતી. કંપનીને લક્ઝરી ટી, કોફી અને ખાદ્ય પદાર્થોના વેપારમાં એક નવી બ્રાન્ડ બનાવીને કંપનીને નવી ઓળખ આપી હતી. કંપનીના માલિક સંજીવ મહેતાના જણાવ્યા અનુસાર, આ કંપનીએ ક્યારેય દુનિયા પર રાજ કર્યું હતું, આજે તેના માલિક હોવા પર એક ભારતીય તરીકે તેઓને ગર્વ અનુભવાય છે. 


2010માં લંડનમા શરૂ કર્યો પહેલો સ્ટોર
મહેતાએ નવી ઓળખ સાથે કંપનીનો પહેલો સ્ટોર લંડનના ધનવાન લોકોના વિસ્તાર કહેવાતા મેફેરમાં શરૂ કર્યો હતો. નવા માલિક સંજીવ મહેતાનું કહેવું છે કે, ભલે આ કંપની ક્યારેક પોતાની આક્રમકતા માટે પ્રખ્યાત હતી, પરંતુ આજે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ઓળખ એક સંવેદનશીલ કંપનીના રૂપમાં છે. 


આ પણ વાંચો : ડ્રગ્સ કાંડમાં આજે મોટા રહસ્યો ખૂલશે, દીપિકા-સારા-શ્રદ્ધાની આકરી પૂછપરછ કરાશે 


બહુ જ ખાસ છે 8 સપ્ટેમ્બરની તારીખ
8 સપ્ટેમ્બરના રોજ સંજીવ મહેતાએ આ કંપનીના આર્મ્સ સેક્ટરમાં કામ શરૂ કર્યું. બાદમાં કંપનીએ ટેક્સાસમાં સિક્કા બનાવવાનું કામ શરૂ કર્યું. આવામાં કંપનીના શેર ખરીદવાનો મતલબ મહેતા માટે બહુ જ ભાવપૂર્ણ હતો. કેમ કે, આ કંપનીએ ક્યારેક ભારતને ગુલામ બનાવ્યો હતો, અને લાખો દેશવાસીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.