નવી દિલ્હી : હાલમાં ઉનાળાની રજાઓ શરૂ થઈ છે ત્યારે મોટાભાગના લોકો પ્રવાસ કરવા માટે ફેમિલી કાર ખરીદવાનું પસંદ કરે છે. હાલમાં કેટલીક કંપનીઓ પસંદગીના મોડલ્સ પર એક લાખ રૂ. જેટલું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જોકે હાલમાં એવા કેટલાક મોડલ્સ છે જેને લોન પર બહુ સરળતાથી ખરીદી શકાય છે. આ મોડલ્સ ખરીદ્યા પછી દર મહિને 5 હજાર કરતા પણ ઓછો ઇએમઆઇ આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોને ટક્કર આપવા આવી રહી છે મોટી કંપની, હવે મચશે ઘમાસાણ


રેનો ક્વિડ
રેનો ક્વિડ (Renault Kwid)ની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત 2.67 લાખ રૂ. છે. જો તમે આ કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હતો તમારે 50 હજાર રૂ.નું ડાઉન પેમેન્ટ કરીને બાકીની રકમની ચૂકવણી EMI મારફતે કરવાની રહેશે. તમે આ રકમની ચૂકવણી 5 વર્ષ સુધી કરી શકશો જેના માટે તમારે દર મહિને 4,718 રૂ.નો હપ્તો ભરવો પડશે. 


મારુતિ અલ્ટો 800
મારુતિ અલ્ટો 800ના બેસ વેરિઅન્ટની કિંમત દિલ્હીમાં 2.51 લાખ રૂ. છે. જો તમે બેસ વેરિઅન્ટ ખરીદવા માગતા હો તો 50 હજાર રૂ. ડાઉન પેમેન્ટ કરીને ઘરે કાર લાવી શકો છો. આ માટે 5 વર્ષ સુધી દર મહિને 4370 રૂ.નો હપ્તો ભરવો પડશે. અહીં કાર લોનની ગણતરી 11 ટકાના વાર્ષિક દરે કરવામાં આવે છે.  


ડટસન રેડિ-ગો
ડટસનની નાની કાર રેડિ-ગોને પણ 50 હજાર રૂ.ના ડાઉન પેમેન્ટથી ખરીદી શકાય છે. આ કારની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત 2.50 લાખ રૂ. છે. જો તમે 50 હજાર રૂ.નું ડાઉન પેમેન્ટ કરશો તો પાંચ વર્ષ સુધી દર મહિને 4349 રૂ.નો હપ્તો આપવો પડશે. 


હ્યુંડઈ ઇઓન
દિલ્હીમાં હ્યુંડઇ ઇઓનની એક્સ શોરૂમ કિંમત 3.30 લાખ રૂ. છે. આ કાર ખરીદવા માટે તમે 50 હજાર રૂ.નું ડાઉન પેમેન્ટ કરી શકો છો. આ સિ્વાય બાકીની રકમની ચૂકવણી માટે  7 વર્ષ સુધી 4794 રૂ.નો હપ્તો ભરવો પડશે. 


તાતા ટિયાગો 
બજેટ કારના વિકલ્પ તરીકે તાતાની ટિયાગો પણ શાનદાર વિકલ્પ છે. 3.35 લાખ રૂ.ની એક્સ શો રૂમ કિંમત ધરાવતી ટિયાગો ખરીદવા માટે જો તમે 50 હજાર રૂનું ડાઉન પેમેન્ટ કરો તો બાકીની ચૂકવણી  7 વર્ષમાં સરળતાથી કરી શકાશે.  આ રકમની ચૂકવણી માટે સાત વર્ષ સુધી દર મહિને 4880 રૂ.ની ચૂકવણી કરવી પડશે.