નવી દિલ્હી : દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત સતત વધી રહી છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત સારી એવી વધી છે અને એ 80 રૂ.થી વધારેની કિંમત પર વેચાઈ રહ્યું છે. જોકે બહુ ઓછા લોકોને ખબર છે કે ભારત આના કરતા સાવ અડધી કિંમતે અન્ય દેશોને તેલ નિકાસ કરે છે. ભારત ક્રુડ ઓઇલની આયાત કરનાર સૌથી મોટા દેશોમાંથી એક છે પણ રસપ્રદ વાત તો એ છે કે ભારત રિફાઇન્ડ તેલના સૌથી મોટા નિકાસકારોમાંથી એક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત દુનિયાનો દસમા નંબરનો સૌથી વધારે રિફાઇન્ડ પેટ્રોલની નિકાસ કરવાવાળો દેશ છે. ભારત હાલમાં અમેરિકા, યુકે અને ઓસ્ટ્રેલિયાની સાથેસાથે તેલ ઉત્પાદક દેશ ઇરાક અને યુએઇને પણ પેટ્રોલની નિકાસ કરે છે. 2017 દરમિયાન ભારતે 24.1 અબજ ડોલરનું રિફાઇન્ડ તેલ નિકાસ કર્યું હતું. ખાસ વાત તો એ છે કે વૈશ્વિક માર્કેટમાં એનો હિસ્સો 3.9 ટકા હતો. રિફાઇન્ડ તેલની નિકાસ કિંમત વૈશ્વિક ડિમાન્ડના આધારે નક્કી કરવામાં આવે છે જેના કારણે તેલ કંપની ભાવમાં પોતાની મરજી પ્રમાણે વધારો નથી કરી શકતી.


ઇન્ડિયનઓઇલ કોર્પોરેશનની જાણકારી પ્રમાણે ભારતીય કંપનીઓને ક્રુડ પેટ્રોલની કિંમત લગભગ 35 રૂ. લીટર અને ક્રુડ ડીઝલની કિંમત 38 રૂ. પ્રતિ લીટર પડે છે. આ કંપની એને રિફાઇન કરીને પેટ્રોલ 38 રૂ. પ્રતિ લીટર અને ડીઝલ 41 રૂ. પ્રતિ લીટરના ભાવે વેચે છે. હાલમાં એક આરટીઆઇના માધ્યમથી ખુલાસો થયો હતો કે ભારત 32થી 34 રૂ. લીટરના ભાવે પેટ્રોલ તેમજ 34થી 36 રૂ. પ્રતિ લીટરના ભાવે ડીઝલ દેશની બહાર મોકલે છે.  જોકે ભારતમાં એની કિંમત લગભગ ડબલ છે કારણ કે એના પર 100 ટકા જેટલો ટેક્સ હોવાની ધારણા છે. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...