હવે થોડો સસ્તામાં મળી શકે છે તમારા સપનાનો ફ્લેટ કે મકાન! સરકાર કરવા જઈ રહી છે આ ફેરફાર

Gujarat Co-operative Societies New Rule: સહકારી હાઉસિંગ સોસાયટીના નિયમોમાં આવી રહેલા ફેરફારો. ફ્લેટના વેચાણ વખતે ડેવલપમેન્ટ ચાર્જને નામે મોટી રકમ વસૂલી નહીં શકાય. કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના સંપૂર્ણ બોર્ડને દૂર કરીને છ વર્ષ સુધી તેમના સત્તા પર ન આવવા દેવાની જોગવાઈ આવી શકે છે.

હવે થોડો સસ્તામાં મળી શકે છે તમારા સપનાનો ફ્લેટ કે મકાન! સરકાર કરવા જઈ રહી છે આ ફેરફાર

Gujarat Co-operative Societies New Rule: રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની કો-ઓપરેટિવ સોસાયટીઓ અને હાઉસિંગ સોસાયટીઓ માટે અનેક ફેરફારો કરી રહી છે. અગાઉ આડેધડ વસૂલાતી ટ્રાન્સફર ફી, સાથે જ ટ્રાન્સફર ફી જંત્રીમાં દર્શાવેલી કિંમતની ટકાવારી મુજબની અથવા તો દસ્તાવેજમાં દર્શાવેલી મકાન, ફ્લેટ કે દુકાનની કિંમત મુજબ રાખવા ફેરફાર કર્યા હતા. હવે ફ્લેટ વેચાય અને નવા મેમ્બર રહેવા આવે તો તેમની પાસેથી મન ફાવે તેમ રકમ ડેવલપમેન્ટ ચાર્જને નામે લેવા પર અંકુશ મૂકવાના ઇરાદા સાથે ગુજરાત સરકારનું સહકાર ખાતું નવા નિયમો તૈયાર કરી રહ્યું છે. 

નવા નિયમો અઠવાડિયાઓમાં જાહેર થાય તેવી સંભાવના
હાઉસિંગ સોસાયટીની ટ્રાન્સફર ફીનો મુદ્દો ફરી એક વખત ચર્ચામાં છે. આ મુદ્દે સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેવાની છે. હાઉસિંગ સોસાયટીઓ ઘણી વખત મકાન ખરીદનારાઓ પાસેથી બહુ તગડી ટ્રાન્સફર ફી વસુલે છે જેના કારણે ઘર ખરીદનારને મોટો ફટકો પડે છે. ફ્લેટની માલિકી બદલાતા નવા સભ્યને સોસાયટીમાં સભ્ય બનાવવા માટે ટ્રાન્સફર ફી પેટે મહત્તમ રૂા. 50,000 લેવાનો નિયમ કરવામાં આવેલો છે. જાણકાર સૂત્રોનું કહેવું છે કે આ નવા નિયમો થોડાક જ અઠવાડિયાઓમાં જાહેર થાય તેવી પુરેપુરી સંભાવના છે. અત્યારે ડેવલપમેન્ટ ફીને નામે રૂપિયા 1 લાખથી માંડીને 10 લાખ કે વધુ રકમ વસૂલી લેવામાં આવે છે.

હાઉસિંગ સોસાયટીની ટ્રાન્સફર ફી એક સળગતો મુદ્દો
ગુજરાત કોઓપરેટેવ સોસાયટીઓ અને હાઉસિંગ સોસાયટીની ટ્રાન્સફર ફી એક સળગતો મુદ્દો છે અને રેસિડેન્શિયલ સોસાયટીમાં ઘર વેચવામાં આવે ત્યારે વધુમાં વધુ 50,000 રૂપિયા ટ્રાન્સફર ફી નક્કી કરવામાં આવી છે, તેમ છતાં આ ગેરરીતિઓને નાબૂદ કરવા માટે ટ્રાન્સફર ફી પેટે ફો. 50,000ની મહત્તમ રકમ ઉપરાંત ડેવલમેન્ટ ફીને નામે કોઈ જ ફી ન વસૂલવાની વ્યવસ્થા ઊભી કરી છે. તેમ છતાંય નવા ફ્લેટ ખરીદનાર પાસે ટ્રાન્સફર ફી ઉપરાંત ડેવલપમેન્ટ ફીને નામે મોટી રકમ પડાવવામાં આવી રહી છે. આ રકમ કોઈપણ હાઉસિંગ સોસાયટી ન લે તે માટે નવા નિયમો તૈયાર કરવામાં આવી રહ્યા છે.

સોસાયટીના આખા બોર્ડને પણ દૂર કરી દેવામાં આવે તેવી જોગવાઈ
સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે નવા નિયમ આવી ગયા પછી ડેવલપમેન્ટ ફી પેટે મોટી રકમ લેવાનો આગ્રહ રાખનારા સોસાયટીના હોદ્દેદારોને હોદા પરથી દૂર કરવાનો અને તેમને છ વર્ષ સુધી બોર્ડમાં બેસવા જ ન મળે તેવી જોગવા દાખલ કરે તેવી સંભાવના હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમ છતાંય ડેવલપમેન્ટ ફીને નામે રૂપિયા લેવામાં આવશે તો હાઉસિંગ સોસાયટીના બોર્ડના સભ્યને છ વર્ષ માટે હોદ્દાથી દૂર કરી દેવામાં આવશે. એટલું જ નહીં, સોસાયટીના આખા બોર્ડને પણ દૂર કરી દેવામાં આવે તેવી જોગવાઈ દાખલ કરવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news