વોશિંગટનઃ વ્યાપાર અર્થશાસ્ત્રીઓએ આશંકા વ્યક્ત કરી છે કે આ વર્ષે પાછલા સાત દાયકાથી વધુ સમયમાં સૌથી ભયાનક મંદીનો સામનો કરવો પડશે. તેમણે તે આશંકા પણ વ્યક્ત કરી છે કે કોરોના વાયરસ મહામારી પરત આવી શકે છે, જે અર્થવ્યવસ્થા માટે એક મોટો સંકટ લાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેશનલ એસોસિએટ ફોર બિઝનેસ ઇકોનોમિક્સ (એનબીઆઈ)એ આ સંબંધમાં કરવામાં આવેલા એક સર્વેનું પરિણામ સોમવારે જારી કરવામાં આવ્યું હતું. તેમાં અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કે કોરોના વાયરસ મહામારીને કારણે અમેરિકામાં કુલ ઘરેલું ઉત્પાદન 2020માં 5.9 ટકા ઘટી જશે. આ ઘટાડો 1946 બાદ સૌથી વધુ હશે, જ્યારે બીજા વિશ્વ યુદ્ધને કારણે અમેરિકાના જીડીપીમાં 11.6 ટકાનો ઘટાડો થયો હતો. 


એનએબીઈના નિષ્ણાંત દળે અનુમાન વ્યક્ત કર્યું છે કે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં અમેરિકાની જીડીપી પાંચ ટકા ઘટી જશે, ત્યાર બાદ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં આ ઘટાડો રેકોર્ડ 33.5 ટકા હશે. 


કોરોના કાળમાં જીયોને મળ્યું આઠણું રોકાણ, 50 દિવસમાં આવ્યા લગભગ 1 લાખ કરોડ  


પરંતુ એનએબીઈ દળનું અનુમાન છે કે 2020ના બીજા છ મહિનામાં વૃદ્ધિ દર સારો રહેશે અને તેના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 9.1 ટકા અને ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 6.8 ટકા રહેવાનું અનુમાન છે. આ અર્થશાસ્ત્રીઓનું અનુમાન છે કે 2021માં અમેરિકાનો વિકાસદર 3.6 ટકા રહેશે. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube