Groundnut Oil prices Hike ગૌરવ દવે/રાજકોટ : ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ ખાદ્ય તેલોના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. આખા જુલાઈ મહિનામાં અનેકવાર ખાદ્ય તેલના ભાવ વધ્યા. ત્યારે હવે ઓગસ્ટ મહિનામાં પણ તેલના ભાવમાં ઉછાળો ચાલુ છે. રાજકોટના બજારમાં ખાદ્યતેલના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે. સિંગતેલના ભાવમાં રૂ. 20 નો વધારો ઝીંકાયો છે. તો કપાસિયા તેલના ભાવમાં પણ વધારો કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારનો તેલના ભાવ પર કોઈ અંકુશ નહિ 
ઓગસ્ટ મહિનો એટલે તહેવારોની સીઝન આવતા જ તેલિયા રાજા બેફામ બન્યા છે. તહેવારોની સીઝન ટાંણે જ તેલના ભાવમાં વધારો ઝીંક્યો છે. સિંગતેલના ભાવમાં રૂ. 20 નો વધારો ઝીંકાયો છે. તો કપાસિયા તેલના ભાવમાં પણ વધારો કરાયો છે. નવા ભાવ મુજબ, સિંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ 3080 થયો છે. તો કપાસિયા તેલનો ડબ્બો 1735 રૂપિયા થયો છે. મગફળીની ઓછી આવકની સામે સિંગતેલની વધતી ડિમાન્ડ ભાવ વધારા પાછળ જવાબદાર હોવાનું વેપારીઓનું કહેયું છે. બીજી તરફ, તહેવારોમાં તેલીયારાજા ઉચા ભાવ જાળવી રાખવા સક્રિય થયા છે. સરકારનો વધતા તેલના ભાવ પર કોઈ અંકુશ નથી. 


અંબાલાલ પટેલની આગાહી, આશ્લેષા નક્ષત્ર ગુજરાતમાં ફરી વરસાદ ખેંચી લાવશે
 
જુલાઈ મહિનામાં ત્રણવાર ભાવ વધ્યા
રાજકોટના તેલના માર્કેટના અપડેટ અનુસાર, જુલાઈ મહિનામાં ત્રીજીવાર તેલના ભાવમાં વધારો કરાયો છે. 7 જુલાઈ, 13 જુલાઈ અને ત્યાર બાદ 22 જુલાઈના રોજ તેલના ભાવ વધ્યા હતા. આમ, જુલાઈ મહિનામાં ત્રણવાર તેલના ભાવમાં વધારો કરાયો છતાં ઓગસ્ટ મહિનાના પ્રારંભે ફરી ભાવ વધારો ઝીંકાયો છે. 


મોંઘવારીના લીધે ગૃહિણીઓની હાલત કફોડી બની છે. ખાદ્યતેલ, શાકભાજી તેમજ કઠોળના ભાવમાં ધરખમ વધારો થયો છે. વેપારીઓ કહે છે કે, ખાદ્યતેલોમાં ભાવ વધારા માટે સટ્ટાખોરી જવાબદાર છે. ખાદ્યતેલોના ભાવ ઉંચા રહેતા સીંગદાણા અને મગફળીના ભાવ પણ ઉંચે ગયા છે. જુન માસમાં મુખ્ય અને સાઈડ તેલ બંનેમાં તેજી જળવાયેલી હીત, પરંતુ જુલાઈ આવતા જ ભાવ આસમાને ગયા છે. સિંગતેલની સાથે કપાસિયા તેલના ભાવમાં પણ આગઝરતી તેજી જોવા મળી રહી છે. વેપારીઓનું કહેવુ છે કે, ભાવવધારા માટે સટ્ટાખોરી જવાબદાર છે. 


દાદાએ 16 હજારનું ચાઈનીઝ રમકડું ખરીદ્યુ, બીજા જ દિવસે તૂટ્યું, કોર્ટ પહોંચ્યો મામલો


રાજકોટના ખાદ્યતેલના વેપારી ભાવેશભાઈએ ઝી 24 કલાકને જણાવ્યું કે, ખેડૂતોને પાકનો પૂરો ભાવ મળતો નથી અને વેપારીની સંગ્રહખોરીના લીધે મોંઘવારી વધે છે. મોંઘવારી પર સરકારે વિચારવાની જરૂર છે. મગફળીનો સ્ટોક પૂરો થતાં ભાવમાં વધારો થઈ રહ્યો છે. વાવાઝોડાને લીધે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. એક મહિના પૂર્વે સિંગતેલના ભાવમાં રૂપિયા 70 થી 80 નો ઘટાડો થયો હતો, જે ફરીથી તેમાં તેટલો જ રૂપિયા 70 થી 80 નો વધારો થયો છે. ઉત્તર પ્રદેશથી જે મગફળી આવે છે, તેની આવકમાં રૂકાવટ થતાં ભાવ વધારો થયો છે. સાથે જ મગફળીની આવક વરસાદને કારણે ઓછી થઈ છે. તેથી મગફળીની આવક ઘટતા પિલાણ પણ ઘટ્યું છે. 


ગુજરાત પોલીસની જાંબાજ She ટીમને સલામ, આત્મહત્યા કરવા ગયેલા યુવકનો બચાવ્યો જીવ