Groundnut Oil Prices રાજકોટ : જનતા પર સતત મોંઘવારીનો માર પડી રહ્યો છે. વર્ષની શરૂઆતથી જ ખાદ્ય ખાદ્યતેલમાં ભાવ વધારા કરાઈ રહ્યો છે. ત્યારે 2024 ની શરૂઆતથી ત્રીજીવાર કપાસિયા અને સિંગતેલના ભાવમાં વધારો થયો છે. સીંગતેલમાં 3 દિવસમાં ડબ્બે 40 રૂપિયા અને કપાસિયા ડબ્બે 60 રૂપિયાનો વધારો નોંધાયો છે. ત્યારે આજે પણ ફરીથી તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં આજે ખૂલતા માર્કેટામ સીંગતેલમાં 20 અને કપાસિયામાં ડબ્બે 10 રૂપિયાનો વધારો કરાયો છે. આ સાથે જ સીંગતેલનો ડબ્બાનો ભાવ 2680 થી 2720 પર પહોંચ્યો છ. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1700 થી 1760 પર પહોંચ્યો છે. મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં સીંગતેલમાં ભાવ વધ્યા હોવાનું વેપારીઓનું કહેવું છે. 


વાતાવરણમાં ઠંડક છે એવું સમજીને હરખાતા નહિ, બે દહાડા પછીની આગાહીથી હચમચી જશો


આ પહેલા ક્યારે ક્યારે વધારો થયો


  • 22 માર્ચ, 2024 ના રોજ સીંગતેલ અને કપાસિયા તેલમાં 110 થી 140 રૂપિયાનો પ્રતિ ડબ્બે વધારો નોંધાયો હતો

  • 20 ફેબ્રુઆરી, 2024 ના રોજ રૂપિયા 50 નો ભાવ વધારો સીંગતેલમાં કરાયો હતો 


લોકોના બજેટ પર અસર પડશે
ગત વર્ષમાં તેલના ભાવોમાં સતત વધારા ઝીંકાઈ રહ્યાં છે. જેને કારણે નાગરિકો પર મોંઘવારીનો માર પડી રહ્યો હતો. પરંતુ લાંબા સમયથી ખાદ્યતેલના ભાવ અંકુશમાં હતા. પરંતુ હવે 2024 માં ફરી આ વધારો ચાલુ થયો છે. આ વર્ષમાં પહેલીવાર તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. ત્યારે ખાદ્ય તેલોમાં વધારો થતા ગ્રાહકો પર આ બોજો પડશે. તેનાથી ગૃહિણીઓના બજેટને સીધી અસર પડશે. 


ગોંડલના રસ્તા પર લોહીની નદી વહી, મંદિર જવા નીકળેલા બે જીગરજાન મિત્રોને કાળ ભરખી ગયો