ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શું ટીમ ઈન્ડિયા આ ખૂંખાર ફાસ્ટ બોલરને ઉતારશે? ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ

Mohammed Shami, India vs Australia: ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયામાં 5 ટેસ્ટ મેચોની સિરીઝ રમી રહી છે. પર્થમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં શાનદાર જીત મેળવીને સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે બીજી મેચ એડિલેડમાં 6 ડિસેમ્બરથી શરૂ થશે.

 ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શું ટીમ ઈન્ડિયા આ ખૂંખાર ફાસ્ટ બોલરને ઉતારશે? ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ

Mohammed Shami, India vs Australia: ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયામાં 5 ટેસ્ટ મેચોની સીરિઝ રમાઈ રહી છે. પર્થમાં રમાયેલા પહેલા મુકાબલામાં ભારતે જીતીને સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે બીજો મુકાબલો એડિલેડમાં 6 ડિસેમ્બરથી શરૂ થશે. તેના પહેલા ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ફિટનેસને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. પ્રશંસકો તેના વાપસીની રાહ જોઈ રહ્યા છે, પરંતુ તે હાલમાં ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો છે. શમી ODI વર્લ્ડ કપ 2023 બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફરી શક્યો નથી. તેણે સર્જરી કરાવી હતી અને પછી તે સ્વસ્થ થઈ ગયો હતો અને રણજી ટ્રોફી પછી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બંગાળ માટે રમી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયા જઈ શકે છે શમી
ક્રિકબજની રિપોર્ટ અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ મોહમ્મદ શમીની ફિટનેસ પર સેન્ટર ઓફ એક્સીલેન્સના સ્પોર્ટ્સ સાઈન્સ ડિપાર્ટમેન્ટની અંતિમ મંજૂરીની આશા કરી રહ્યું છે. ત્યારબાદ જ તે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બાકી મેચો માટે ઓસ્ટ્રેલિયા જઈ શકે છે. આશા છે કે તે સીરિઝમાં રમવા માટે ઓસ્ટ્રેલિયા જશે. બીસીસીઆઈ ઈચ્છે છે કે તે સંપૂર્ણ રીતે સ્વીકૃત અને યોગ્ય નિર્ણય હોય જેથી તેની ફિટનેસ જોખમમાં ન આવે.

Add Zee News as a Preferred Source

બંગાળ માટે રમી રહ્યા છે શમી
બેંગ્લુરુમાં નવા સેન્ટર ઓફ એક્સીલેન્સમાં બીસીસીઆઈની સ્પોર્ટસ  સાઈન્સ ડિપાર્ટમેન્ટના પ્રમુખ નીતિન પટેલ, ટ્રેનર નિશાંત બારદુલે અને પસંદગીકાર એસએસ દાસને શમી પર નજર રાખવા માટે રાજકોટ મોકલવામાં આવ્યા છે. શમી અહીં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બંગાલના તમામ ગ્રુપ મેચ રમશે. બીસીસીઆઈ દ્વારા નીતિન અને તેમની ટીમ માટે બ્રીફમાં એ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે જો શમીને ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમમાં સામેલ કરવા માટે બોલાવવામાં આવે છે તો શું તે ટેસ્ટ મેચમાં રમવા માટે તૈયાર રહેશે?

શમીની ફિટનેસ પર નજર
બારદુલે શનિવાર સુધી શમીની સાથે કામ કરી રહ્યા હતા અને ક્રિકબજના રિપોર્ટ અનુસાર, તે રાજકોટ છોડીને જતા રહ્યા છે. જોકે, નીતિન રાજકોટમાં દાસની સાથે રોકાયેલા છે.બીસીસીઆઈ ત્યાં સુધી શમીની પસંદ નહીં કરે જ્યાં સુધી સ્પોર્ટ્સ સાઈન્સ ડિપાર્ટમેન્ટ તેની મંજૂરી ના આપે.

ડોમેસ્ટિકમાં શમીનું પ્રદર્શન
ટી20માં પ્રદર્શનને ટેસ્ટની તૈયારીઓ માટે આંકવામાં આવતું નથી. શમીએ અત્યાર સુધી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ચાર મેચ રમી છે, જેમાં પંજાબ વિરુદ્ધ 1/46 અને હૈદરાબાદ વિરુદ્ધ 3/21 રન બનાવ્યા, પરંતુ મિઝોરમ અને મધ્યપ્રદેશ વિરુદ્ધ કોઈ વિકેટ લીધી નથી. તેના પહેલા શમીએ ઈન્દૌરમાં એમપી વિરુદ્ધ ચાર દિવસીય રણજી મેચમાં ભાગ લીધો, જ્યાં તેમણે બન્ને ઈનિંગોમાં 4/54 અને 3/102નું શાનદાર પ્રદર્શન કર્યું. બંગાળ પોતાના આગામી ગ્રુપ મેચમાં રવિવારે મેઘાલયથી રમશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર

...और पढ़ें

Trending news