ગૌરવ પટેલ/અમદાવાદ :દેશના નાગરિકોમાં કોરોનાના ભયથી દવાના વેચાણમાં વધારો થયો છે. જેમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો કરતી દવાના વેચાણમાં તો સૌથી વધુ વધારો થયો છે. લોકોમાં કોરોનાના ડરને કારણે દવાના વેચાણમાં વધારો થયો છે. લોકડાઉનમાં વ્યસનના કેટલાક લોકોમાં પેટ અને ગેસની સમસ્યમાં વધારો થયો છે. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓમાં કેસમાં વધારાના સાથે પ્રેસર વધ્યું છે. આમ, લોકો બિનજરૂરી પણ ઘરમાં દવાનો સ્ટોક વધારી રહ્યાં છે. 


આખરે ગુજરાતના 33માં જિલ્લામાં પણ કોરોનાની એન્ટ્રી થઈ, અમરેલીમાં પહેલો કેસ આવ્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનમાં ફેલાયેલ કોરોના વાયરસની અસર દવાઓ પર પણ પડવા લાગી છે. શરદી તેમજ પેટ સંબંધિત દવાઓના ભાવ વધી ગયા છે. શહેરમાં અનેક પ્રકારના એન્ટીબાયોટિક, પેરાસિટામોલ તેમજ પેટ ખરાબની દવાઓના મૂળ કિંમતમાં 20 થી 25 ટકાનો વધારો થયો છે. બેક્ટેરીયાને કારણે ગળા, દાંત અને કાન વગેરેમાં સંક્રમણથી સારવાર માટે ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક દવા એજિથ્રોમાઈસીનની કિંમતમાં પણ 70 ટકા વધારો થયો છે. 


કાર પર બેસતા કૂતરાનો આવ્યો કરૂણ અંજામ, આખો કિસ્સો વાંચીને તમારું લોહી ઉકળી જશે


  • 40 ટકાનો વધારો ગેસની દવાના વેચાણમાં 

  • 15 થી 20 ટકાનો વધારો મનોરોગની દવામાં 

  • 7 ટકા સુધીનો વધારો હૃદય રોગ અને ડાયાબિટીસની દવામાં 

  • 12 ટકા સુધીનો વધારો ગેસ, એસિડીટી, ઊંઘની દવા, મનોરોગની દવા, ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને મેલેરિયાની દવામાં વધારો 


આ રોગથી પીડાતા લોકોને સતત કોરોના થયાનો ડર સતાવે છે
જશુભાઇ પટેલે આ અંગે જણાવ્યું કે, અનેક લોકોને બીડી તમાકુ અને ગુટકા ખાવાનું વ્યસન હોય છે. જેના લીધે પાચન વ્યવસ્થા પર અસર પડે છે. જોકે હાલ લોકડાઉનને કારણે આ વસ્તુઓ મળતી ન હોવાથી ગેસની સમસ્યા વધી છે. અને તેના કારણે ગેસ અને એસીડિટીની દવાના વેચાણમાં વધારે થયો છે. હ્રદય રોગ અને મનોરોગની દવાના વેચાણ અંગે તેમણે કહ્યું કે, કોરોનામાં ડાયાબિટીસ, હ્રદય રોગના દર્દીઓના મોતનું પ્રમાણ વધારે છે. આથી આ રોગથી પીડાતા લોકોને સતત કોરોના થયાનો ડર સતાવે છે. જેથી તેઓ ઊંઘની ગોળીઓ લેવા લાગ્યા છે અને તે દવાના ડિમાન્ડમાં વધારો થયો છે. આ ઉપરાંત જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તેમને કોરોનાની અસર ન થતી હોવાથી વિટામિન સી, ચ્યવનપ્રાસ, સુદર્શન ઘનવટી અને તેજોવટી જેવી દવાના વેચાણમાં ઉછાળો આવ્યો છે.


કોરોનાના ભયના કારણે રોગપ્રતિકારક શક્તિ વધારતી દવાના વેચાણમાં વધારો છે. લોકો હવે આર્યુવેદિક દવાઓ તરફ પણ વળી ગયા છે. તેજોવટી, સુદર્શન ઘનવટી અને ચ્યવનપ્રાસ તેમજ હોમિયોપેથીના વેચાણમાં પણ વધારો થયો છે તેવુ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશન, ગુજરાતના ચેરમેન જશુભાઈ પટેલે ઝી 24 કલાકને જણાવ્યું.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર