એક જ દિવસમાં આ કંપનીના શેરમાં થયો 75 હજાર રૂપિયાનો વધારો, ભારતીય શેર બજારમાં થયો ધમાકો
![એક જ દિવસમાં આ કંપનીના શેરમાં થયો 75 હજાર રૂપિયાનો વધારો, ભારતીય શેર બજારમાં થયો ધમાકો એક જ દિવસમાં આ કંપનીના શેરમાં થયો 75 હજાર રૂપિયાનો વધારો, ભારતીય શેર બજારમાં થયો ધમાકો](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2024/10/29/605570-elicd-stock.jpg?itok=R9gYjelw)
Most Costly Stock In India: શેર બજારમાં સૌથી મોંઘા શેરની વાત થાય તો હંમેશા ટાયર કંપની એમઆરએફ લિમિટેડ (MRF Limited)નો ઉલ્લેખ થાય છે. આ શેરની કિંમત 1.20 લાખથી વધુ છે.
Most Costly Stock In India: શેર બજારમાં સૌથી મોંઘા શેરની વાત હોય તો ટાયર કંપની એમઆરએફ લિમિટેડ (MRF Limited)નો ઉલ્લેખ થાય છે. આ શેરની કિંમત 1.20 લાખ રૂપિયાથી વધુ છે. જો તમે માનો છો કે એમઆરએપ લિમિટેડ ભારતીય શેર બજારમાં સૌથી વધુ મોંઘો શેર છે તો તે ખોટું છે. એક શેર એવો પણ છે જેની કિંમત 2 લાખ રૂપિયાથી વધુ છે. આ શેર એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ (Elcid Investments Share)નો છે.
રસપ્રદ વાત છે કે આ વર્ષે જુલાઈમાં તે શેર માત્ર 3.21 રૂપિયાનો પેની સ્ટોક હતો. એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડનો શેર મંગળવાર, 29 ઓક્ટોબરે બીએસઈ એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર બીજીવાર લિસ્ટ થયો. શેરની લિસ્ટિંગ કિંમત 2,25,000 રૂપિયા હતી પરંતુ ટ્રેડિંગ દરમિયાન તે 5 ટકા વધી 2,36,250 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો.
BSEએ પરિપત્ર બહાર પાડ્યો
તમને જણાવી દઈએ કે BSE ના 21 ઓક્ટોબરના એક પરિપત્ર અનુસાર પસંદગીની ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપનીઓ (IHC) ને ફરીથી લિસ્ટ કરવામાં આવી છે. એલ્સાઈડ ઈન્વેસ્ટમેન્ટ્સ તે કંપનીઓમાંની એક હતી. અગાઉ, Alcide Investments ના પ્રમોટર્સે સ્વૈચ્છિક રીતે તેના ડિલિસ્ટિંગ માટે રૂ. 1,61,023 પ્રતિ શેરની મૂળ કિંમતે ઓફર કરી હતી. આ માટે ખાસ દરખાસ્ત કરવામાં આવી હતી.
[[{"fid":"605571","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
અન્ય કંપનીઓમાં નલવા સન્સ ઈન્વેસ્ટમેન્ટ્સ, ટીવીએસ હોલ્ડિંગ્સ, કલ્યાણી ઈન્વેસ્ટમેન્ટ કંપની, એસઆઈએલ ઈન્વેસ્ટમેન્ટ્સ, મહારાષ્ટ્ર સ્કૂટર્સ, જીએફએલ, હરિયાણા કેપફિન અને પિલાની ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન જેવા નામોનો સમાવેશ થાય છે.
એશિયન પેન્ટ્સમાં ભાગીદારી
એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટની પાસે એશિયન પેન્ટ્સ લિમિટેડમાં 2,83,13,860 ઈક્વિટી શેર કે 2.95 ટકા ભાગીદારી છે, જેનું મૂલ્ય તેના પાછલા બંધ અનુસાર લગભગ 8500 કરોડ રૂપિયા છે. મુંબઈ સ્થિત ધારાવત સિક્યોરિટીઝના હિતેશ ધારાવતે જણાવ્યું હતું કે એશિયન પેઈન્ટ્સમાં તેની હિસ્સેદારીને કારણે દલાલ સ્ટ્રીટ પર એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ્સ ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. રોકાણકારોએ રોકાણ કરતા પહેલા રોકડ પ્રવાહ અને કંપનીના વ્યવસાયની પ્રકૃતિ જોવી જોઈએ. જો તે તેમની જોખમ પ્રોફાઇલને અનુરૂપ હોય તો જ તેમના નાણાંનું રોકાણ કરવું અર્થપૂર્ણ છે.",