ચૂંટણી પંચે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) પરિષદની 19 માર્ચના રોજ પ્રસ્તાવિત બેઠકને પરવાનગી આપી દીધી છે. આ બેઠકમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે નીચલી જીએસટી દરના અમલ સહિત વિભિન્ન મુદ્દાઓ પર વિચાર કરવાનો છે. સૂત્રોએ બુધવારે કહ્યું હતું કે જીએસટી પરિષદની આગામી બેઠક વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા થશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત સહિત ઘણા દેશોમાં ફેસબુક અને ઇંસ્ટાગ્રામ ડાઉન, કંપનીએ આપ્યું આ નિવેદન


સૂત્રોએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચની પરવાનગી મળ્યા બાદ જીએસટી પરિષદ સચિવાલયથી રાજ્યોને પરિષદની 19 માર્ચે થનારી 34મી બેઠક વિશે નોટીસ મોકલી દેવામાં આવી છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ રવિવારથી આદર્શ આચારસંહિતા લાગૂ થઇ ગઇ છે જેના લીધે જીએસટી પરિષદની બેઠક બાદ ચૂંટણી પંચની પરવાનગી જરૂરી હતી. 

પૂર્વ આરબીઆઇ ગર્વનર રઘુરામ રાજને કહી આ મોટી વાત, ગંભીર ખતરાને લઇને કર્યો આગાહ


સૂત્રોએ કહ્યું કે આ બેઠકમાં ફક્ત રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે નિચલી દરોને લાગૂ કરવા અંગે ફેરફારની જોગવાઇ વિચાર કરવામાં આવશે. જીએસટી પરિષદની ગત બેઠકમાં નિર્માણધીન ફ્લેટો પર જીએસટી દર ઘટાડીને પાંચ ટકા અને સસ્તા ઘરો પર એક ટકા કરવામાં આવ્યો હતો. આ દર એક એપ્રિલથી લાગૂ થશે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં જીએસટી સંગ્રહ ઘટીને 97,547 કરોડ રૂપિયા પર આવી ગયો છે જે જાન્યુઆરીમાં 1.02 લાખ કરોડ રૂપિયા હતો. ચાલુ નાણાકીય વર્ષમાં ફેબ્રુઆરી સુધી જીએસટી સંગ્રહ 10.70 કરોડ રૂપિયા રહ્યો છે.