520 km દોડશે આ ઇલેક્ટ્રિક કાર, માત્ર 90 મિનિટમાં ફૂલ ચાર્જ; જાણો ભારતમાં શું છે કિંમત
BYD e6 ઇલેક્ટ્રિક એમપીવી કારને પ્રાઈવેટ બાયર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભારતીય બજારમાં આ કારને ગત વર્ષે લોન્ચ કરવામાં આવી હતી. હવે પ્રાઈવેટ પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં એન્ટ્રી સાથે e6 એકમાત્ર ફુલી- ઇલેક્ટ્રિક MPV છે જેને આ સમયે ભારતમાં ખરીદી શકો છો.
ચીનની કાર નિર્માતા BYD (બિલ્ડ યોર ડ્રીમ્સ) એ તેમની ઇલેક્ટ્રિક MPV કાર BYD e6 ને પ્રાઈવેટ બાયર્સ માટે ઉપલબ્ધ કરાવી છે. અત્યાર સુધી આ કાર માત્ર કોમર્શિયલ અને ફ્લીટ કસ્ટમર્સ માટે જ મર્યાદિત હતી. તેની કિંમત 29.15 લાખ રૂપિયા છે. આ ઇલેક્ટ્રિક એમપીવી કાર બે વેરિયન્ટ GL અને GLX માં ઉપલબ્ધ છે. GLX વેરિયન્ટમાં તમને AC ફાસ્ટ ચાર્જિંગની સુવિધા મળશે. ભારતીય બજારમાં આ કારને ગત વર્ષે લોન્ચ કરવામાં આવી હતી. હવે પ્રાઈવેટ પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં એન્ટ્રીની સાથે e6 એકમાત્ર ફૂલી-ઇલેક્ટ્રિક MPV છે જે આ સમયે ભારતમાં ખરીદી શકાય છે.
આ ઇલેક્ટ્રિક એમપીવી કંપનીના E-પ્લેટફોર્મ પર બેસ્ડ છે. તેમાં 71.7kWh લિથિયમ-આયરન ફોસ્ફેટ બેટરી આપવામાં આવી છે. જે 95hp અને 180Nm જનરેટ કરે છે. કારની ટોપ સ્પીડ 130kph સુધી છે. એમપીવીની સૌથી મોટી ખાસિયત તેની રેન્જ છે. BYD નો દાવો છે કે તેને એકવાર ચાર્જ કરવા પર 520km સુધીની રેન્જ ઓફર કરે છે.
આ પણ વાંચો:- દિશા પટણી સાથે બ્રેકઅપ બાદ આ એક્ટ્રેસ પર ફીદા થયો ટાઈગર શ્રોફ, કર્યો મોટો ખુલાસો
રેન્જ અને ફીચર્સ
એમપીવીમાં એક રિજેનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ પણ છે. આ ડીસી ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે, જેના દ્વારા કારને 35 મિનિટમાં 30-80 ટકાથી ચાર્જ કરી શકાય છે. ફૂલ ચાર્જ કરવા માટે 90 મિનિટનો સમય લાગે છે. તેમાં LED DRLs, લેધર સીટ્સ, 6-વે એડજસ્ટેબલ ડ્રાઈવર અને ફ્રન્ટ પેસેન્જર સીટ્સ, બ્લૂટૂથ અને વાઈફાઈ સાથે 10.1 ઇંચ રોટેટેબલ ટચસ્ક્રીન, ઇન-બિલ્ટ નેવિગેશન અને એર ફિલ્ટ્રેશન સિસ્ટમ જેવા ફિચર્સ છે. હાલ ભારતીય બજારમાં તેનો સીધો મુકાબલો કોઈ કાર સાથે નથી. પરંતુ કિંમતને જોતા Hyundai Kona અને MG ZS EV ની લિસ્ટમાં સામેલ કરવામાં આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube