દિશા અને ટાઈગરના બ્રેકઅપનો ખુલ્યો ભેદ, જાણો કેમ બંને વચ્ચે આવ્યો રિલેશનશીપનો અંત

Koffee With Karan 7: દિશા પટણી સાથે બ્રેકઅપ બાદ હવે એક્ટર ટાઈગર શ્રોફનું દિલ શ્રદ્ધા કપૂર પર આવ્યું છે. આ વાતનો ખુલાસો પોતે ટાઈગર શ્રોફે કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં કર્યો છે. સાથે તેણે એમ પણ કબુલ્યું કે તે હાલ સિંગલ છે.

દિશા અને ટાઈગરના બ્રેકઅપનો ખુલ્યો ભેદ, જાણો કેમ બંને વચ્ચે આવ્યો રિલેશનશીપનો અંત

Koffee With Karan 7: ફિલ્મમેકર કરણ જોહરનો ફેમસ ચેટ શો કોફી વિથ કરણ હાલમાં ખુબ ચર્ચામાં છે. શોના લેટેસ્ટ એપિસોડમાં એક્ટર ટાઈગર શ્રોફ તેની હીરોપંતી ફિલ્મની કો-સ્ટાર એક્ટ્રેસ ક્રિતિ સેનન સાથે જોવા મળશે. શો દરમિયાન ટાઈગર શ્રોફ અને ક્રિતિ સેનન તેમના પ્રોફેશનલ જીવનની સાથે પર્સનલ લાઈફ સાથે જોડાયેલા ખુલાસા કરતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, ટાઈગર શ્રોફના 6 વર્ષના રિલેશનશીપ બાદ તાજેતરમાં એક્ટ્રેસ દિશા પટણી સાથે બ્રેકઅપ થયું છે. આ વાતને ટાઈગરે કોફી વિથ કરણમાં જાહેરમાં સ્વીકારી હતી, સાથે જ એમ પણ જણાવ્યું હતું કે, તે હાલ સિંગલ છે.

સિંગલ છે ટાઈગર શ્રોફ
કોફી વિથ કરણમાં ટાઈગર શ્રોફે આ વાતની પુષ્ટી કરતા જણાવ્યું કે તેનું બ્રેકઅપ થઈ ગયું છે અને હાલ તે સિંગલ છે. તેણે કહ્યું- 'હું સિંગલ છું. ઓછામાં ઓછું તે જ મને લાગે છે અને હું આ ક્ષણે આસપાસ જોઈ રહ્યો છું' માત્ર એટલું જ નહીં કરણ જોહરની સામે ટાઈગર શ્રોફે એમ પણ કબુલ્યું કે, તે એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરને પસંદ કરે છે. તેણે કહ્યું- હું હંમેશા શ્રદ્ધા કપૂરથી પ્રભાવિત રહ્યો છું. મને લાગે છે કે તે ગ્રેટ છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ટાઈગર શ્રોફ આ વાતને સ્વીકારી ચૂક્યો છે કે સ્કૂલ સમયમાં શ્રદ્ધા કપૂર તેની ક્રશ હતી.

ટાઈગરે દિશા પટણીને આપ્યો દગો
ટાઈગર શ્રોફ અને દિશા પટણીનું આ વર્ષે જૂલાઈમાં 6 વર્ષના રિલેશનશપી બાદ બ્રેકઅપ થયું હતું. તે બંને ઘણા લાંબા સમયથી લિવઇન રિલેશનશીપમાં રહેતા હતા. એન્ટરટેન્મેન્ટ ન્યૂઝના સમાચારો અનુસાર આ બ્રેકઅપનું કારણ ટાઈગર શ્રોફ પોતે છે. દિશા પટણી ટાઈગર શ્રોફ સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ એક્ટરે લગ્ન કરવાની ના પાડી દીધી હતી, જેના કારણે તે બંને અગલ થઈ ગયા હતા.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટાઈગરની તાજેતરમાં ફિલ્મ હીરોપંતી 2 રિલીઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર ખુબ જ ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. હવે એક્ટર 'ગણપત પાર્ટ 1' અને 'બડે મિયાં છોટે મિયાં' જેવી ફિલ્મોમાં જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news