આવતા વર્ષે લોન્ચ થશે WagonRનું ઇલેકટ્રિક વર્ઝન, સિંગલ ચાર્જમાં ચાલશે અધધધ KM!
દેશમાં ઇલેક્ટ્રિક કાર પર સરકારનું ફોક્સ વધવાના કારણે કાર નિર્માતા કંપનીઓ ઇલેક્ટ્રિક કાર પર કામ કરી રહી છે
નવી દિલ્હી : દેશમાં ઇલેક્ટ્રિક કાર પર સરકારનું ફોક્સ વધવાના કારણે અનેક કાર નિર્માતા કંપનીઓ ઇલેક્ટ્રિક કાર પર કામ કરી રહી છે. હાલમાં જ હ્યુંડઇ તરફથી એસયુવી કોના (SUV KONA Electric)ને ભારતીય માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે. હવે બીજી કંપનીઓ પર પણ જલ્દી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાનું દબાણ વધી રહ્યું છે. હવે ખબર પડી છે કે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki) એની હેચબેક કાર વેગનઆરનું ઇલેક્ટ્રીક વર્ઝન શોકેસ કરી શકે છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે ઇલેક્ટ્રિક વેગનઆરને ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવી હતી. ધારણા છે કે મારુતિ વેગનઆર ઇવી (Maruti WagonR EV)ને કંપની તરફથી ઓટો એક્સપોમાં શોકેસ કરી શકાય છે. આ સિવાય બીજી કંપનીઓ પણ ઇલેક્ટ્રિક કારની તૈયારી શરૂ કરી દીધી છે.
મારુતિ વેગનઆરના ઇલેક્ટ્રિક વર્ઝનને જો ઓટો એક્સપોમાં શો કેસ કરવામાં આવશો તો લોકોએ એ બહુ પસંદ પડશે એવી ધારણા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે કંપની આ કારની કિંમત ઓછામાં ઓછી રાખવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં વેગનઆરનું પેટ્રોલ અને સીએનજી વેરિઅન્ટ માર્કેટમાં ઉપલબ્ધ છે અને બહુ જલ્દી એલપીજી વેરિઅન્ટ માર્કેટમાં આવશે એવી આશા છે. વેગનઆરના આ ઇલેક્ટ્રિક વર્ઝન વિશે એવો દાવો કરાય છે કે એ સિંગલ ચાર્જમાં 150 કિલોમીટરનો પ્રવાસ કરી શકશે.