અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટ! છુટાછેડાનો બદલો લેવા ઘરની બહાર રિમોટથી બ્લાસ્ટ કરાવ્યો, 3 ઈજાગ્રસ્ત

Exlposive Blast In Ahmedabad : અમદાવાદના ચાંદખેડામાં બ્લાસ્ટની ઘટના... પાર્સલ બોમ્બના કારણે ત્રણ લોકો થયા ઈજાગ્રસ્ત.. એક વ્યક્તિની હાલત ગંભીર.... અંગત અદાવતમાં બ્લાસ્ક કરનાર ગૌરવ ગઢવી નામના શખ્સની ધરપકડ... 
 

અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટ! છુટાછેડાનો બદલો લેવા ઘરની બહાર રિમોટથી બ્લાસ્ટ કરાવ્યો, 3 ઈજાગ્રસ્ત

Ahmedabad News અમદાવાદ : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં IOC રોડ પર આવેલ શિવમ રો હાઉસમાં પાર્સલ બ્લાસ્ટની ચકચારી ઘટના બની છે. ત્રણ ઈસમો દ્વારા પાર્સલ આપીને ઘરની બહાર બ્લાસ્ટ કર્યો હતો. ત્યારે આ બ્લાસ્ટ પાછળ ચોંકાવનારી હકીકત સામે આવી છે. છૂટાછેડાનો બદલો લેવા યુવકે પાર્સલમાં IED પ્લાન્ટ કરાવ્યું હતું. પાર્સલ ખોલનાર લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. સમગ્ર ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમા એકની હાલત ગંભીર છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના સાબરમતી વિસ્તારમાં IOC રોડ શિવમ રો હાઉસમાં આવેલા બળદેવભાઈના ઘરમાં આવેલા એક પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો. રિક્ષામાં ત્રણ ઈસમો આવ્યા હતા. રિક્ષામાંથી રોિમોટનું બટન દબાવ્યા બાદ બ્લાસ્ટ થયું હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આ બ્લાસ્ટમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. તો એક ગંભીર રીતે ઘાયલને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. 

ઘટનાની જાણ થતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, ડોગ અને બોમ્બ સ્કવોડ ઘટના સ્થળે પહોંચી હતી. સેક્ટર ૧ સહીત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ કેસમાં ગૌરવ ગઢવી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તો પ્રાથમિક તપાસમાં રોહન  રાવલે પાર્સલ મોકલ્યું હોવાની માહિતી મળી છે. 

ઘટના વિશે બળદેવભાઈના ઈજાગ્રસ્તના પુત્ર કમલ સુખડીયાએ જણાવ્યું કે, હું અને મારા પત્ની નોકરી પર હતા. મમ્મીનો કોલ આવ્યો કે કોઇ ઇસમ ઘરે બોમ્બ લઇને આવ્યો છે. બોમ્બમાં વિસ્ફોટ થતાં મારા કાકા, તેનો દીકરો અને મારા પપ્પાને ઇજા પહોંચી છે. એક વ્યક્તિ પાર્સલ લઇને આવ્યો અને બે ઇસમો બહાર રિક્ષામાં બેઠા હતા. રિક્ષામાં બેઠેલા વ્યક્તિના હાથ રિમોટ હતું અને તેનું બટન દબાવ્યુ અને બ્લાસ્ટ થયો હતો. કોઇએ બદઇરાદે આ કાવતરૂ કર્યુ છે. 

શું ડખો થયો હતો 
આ બ્લાસ્ટ રૂપેણ બારોટે કરાવ્યો હોવાની માહિતી સામે આવી છે. માહિતી અનુસાર, રૂપેણ બારોટના તેની પત્ની સાથે છુટાછેડા થયા હતા. જે મહિલા સાથે છુટાછેડા થયા તે મહિલા બળદેવભાઈને ભાઈ માનતી હતી. રૂપેણ બારોટ માનતો હતો કે તેના છૂટાછેડા બળદેવભાઈના કારણે થયા છે. ત્યારે છૂટાછેડાની અદાવત રાખીને રૂપેણ બારોટે બ્લાસ્ટ કરાવવા માટે પાર્સલ મોકલ્યું. રૂપેણ બારોટે બ્લાસ્ટ કરવા માટે ગૌરવ અને અન્ય બે લોકોને મોકલ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news