નવી દિલ્હી : Elon Musk હવે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ નથી રહ્યા, Bitcoin મા લગાવાયેલ તેમનો દાવ ઉલટો પડી ગયો છે. તે પણ પોતાનાં જ એક ટ્વીટના કારણે. તેમણે Bitcoin માં રોકાણથી ભારેનુકસાન થયું છે. ગત્ત દિવસોમાં સમાચાર આવ્યા હતા કે, એલન મસ્કે Bitcoin  ખરીદ્યા છે. ત્યાર બાદ Bitcoin માં રેકોર્ડ ઉંચાઇ જોવા મળી હતી. જો કે હવે બિટકોઇન તાબડતોબ ચડ્યા બાદ રેકોર્ડ સ્તરે નીચે પણ પટકાયો છે. જેના કારણે મસ્કને ભારે નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM Modi નો હેલ્થ વેબિનારમાં સંદેશ, દેશને સ્વસ્થય રાખવા માટે આ 4 મોર્ચાઓ પર કામ કરી રહી છે સરકાર


એલોન મસ્કે રોકાણ કરતાની સાથે જ Bitcoin  એ રેકોર્ડ 58 હજાર ડોલરની ઉંચાઇને પાર કર્યો હતો. જો કે તેમના એક ટ્વીટે Bitcoin ને ફરી એકવાર 50 હજાર ડોલરના આંકડા પર લાવી દીધો હતો. આ ઘટાડો એલન મસ્કની તે કોમેન્ટ બાદ આવી છે જ્યારે તેમણે કહ્યું કે, Bitcoin  અને Ether ની કિંમતો વધારે છે. ત્યાર બાદ ટેસ્લાના શેરમાં પણ 8.5 ટકાનો ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે એલન મસ્કે પોતાનાં ફેવરેટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitter પર જણાવ્યું હતું કે, ટેસ્લાએ Bitcoin માં 150 કરોડ ડોલરનું રોકાણ કર્યું છે. 


Farmers Protest: રાકેશ ટિકૈતનો પલટવાર, કહ્યું- સત્તા પલટી નાખવાની તાકાત ધરાવે છે ભીડ


ટ્વીટર પર સોમવારે એલન મસ્કને તેમ પણ જણાવ્યું કે, કંપનીનું મોડલ Y સ્ટાન્ડર્ડ રેંજ SUV હજી પણ ઓફલાઇન મળશે. જો કે તેમના મેન્યૂથી બહાર છે. તેમણે ઇલેક્ટ્રિક વ્હીકલ ન્યૂઝ વેબસાઇટ Electrek ના અહેવાલ અંગે જવાબ આપ્યો કે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, કાર તેમની ઓનલાઇન પ્લેટફોર્મથી હટાવવામાં આવી ચુકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube