નવી દિલ્હીઃ ભારતમાં આ વર્ષે કર્મચારીઓના પગારમાં 9.5 ટકાનો વધારો થવાનું અનુમાન છે. તે 2023ના વાસ્તવિક પગાર વધારા 9.7 ટકાથી થોડો ઓછો છે. એક સર્વેમાં આ વાત સામે આવી છે. વૈશ્વિક વ્યાવસાયિક સેવાઓ કંપની એઓન પીએલસીના વાર્ષિક વેતનવૃદ્ધિ તથા કારોબાર સર્વેક્ષણ 2023-24 ભારત અનુસાર, વૈશ્વિક મહામારી બાદ 2022માં ઉચ્ચ પગાર વધારા બાદ ભારતમાં પગાર વધારો એક પોઈન્ટ એટલે કે 10 ટકાથી ઓછા પર સ્થિર થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સર્વેક્ષણમાં આશરે 45 ઉદ્યોગોની 1414 કંપનીઓના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ભારતમાં એઓન ખાતે ટેલેન્ટ સોલ્યુશન્સના પાર્ટનર અને ચીફ કોમર્શિયલ ઓફિસર રૂપંક ચૌધરીએ જણાવ્યું હતું કે, "ભારતના સંગઠિત ક્ષેત્રમાં વેતનમાં અંદાજિત વધારો ઉભરતા આર્થિક પરિદ્રશ્યના ચહેરામાં વ્યૂહાત્મક ગોઠવણનો સંકેત આપે છે."


આ પણ વાંચોઃ આ છે ભારતના ધનકુબેર, ટોપ-10માં ગુજરાતીઓનો દબદબો, લિસ્ટમાં સામેલ થયા નવા નામ


આ સેક્ટર્સમાં સારો વધારો
તેમણે કહ્યું- ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં વૃદ્ધિ મજબૂત છે. આ કેટલાક ક્ષેત્રમાં લક્ષિત રોકાણની જરૂરીયાતનો સંકેત આપે છે. ભૂ-રાજનીતિક તણાવ વચ્ચે મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ પગાર વધારો ભારતમાં જારી છે. ત્યારબાદ બાંગ્લાદેશ અને ઈન્ડોનેશિયામાં 2024માં ક્રમશઃ 7.3 ટકા અને 6.5 ટકાનો એવરેજ પગાર વધારો થયો છે.


સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે નોકરી છોડવાનો દર 2022ના 21.4 ટકાથી ઘટી 2023માં 18.7 ટકા થઈ ગયો છે. નાણાકીય સંસ્થાઓ, એન્જિનિયરિંગ, ઓટોમોટિવ અને જીવન વિજ્ઞાનમાં સૌથી વધુ પગાર વધારાની સંભાવના છે, જ્યારે રિટેલ અને ટેકનોલોજી કન્સલ્ટિંગ તથા સેવાઓમાં સૌથી ઓછા પગાર વધારાનું અનુમાન છે.