નવી દિલ્હીઃ જો તમે આઈપીઓમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર છે. આ સપ્તાહે વધુ એક કંપનીનો આઈપીઓ ખુલી રહ્યો છે. આ કંપની ઈએમએસ લિમિટેડ (EMS Limited) છે. કંપનીનો આઈપીઓ 8 સપ્ટેમ્બરે સબ્સક્રિપ્શન માટે ખુલી રહ્યો છે અને 12 સપ્ટેમ્બર સુધી ઓપન રહેશે. ઈએમએસ લિમિટેડનો આઈપીઓ હજુ ઓપન થયો નથી, પરંતુ ગ્રે માર્કેટમાં કંપનીના શેરને અત્યારથી જોરદાર રિસ્પોન્સ મળવા લાગ્યો છે. ઈએમએસ લિમિટેડના શેર ગ્રે માર્કેટમાં 54 ટકાથી વધુ પ્રીમિયમ પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

115 રૂપિયા પહોંચી ગયું ગ્રે માર્કેટ પ્રીમિયમ
ઈએમએસ લિમિટેડ (EMS Limited)નો આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 200-211 રૂપિયા છે. આઈપીઓ ખુલતા પહેલા જ કંપનીના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 115 રૂપિયા પહોંચી ગયું છે. જો કંપનીના શેર 211 રૂપિયાની અપર પ્રાઇઝ બેન્ડ પર અલોટ થાય છે અને 115 રૂપિયાનું પ્રીમિયમ બનેલું રહે છે તો ઈએમએસ લિમિટેડના શેર 326 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. એટલે કે કંપનીના આઈપીઓમાં પૈસા લગાવનાર ઈન્વેસ્ટરોને લિસ્ટિંગના દિવસે 54 ટકાનો ફાયદો થઈ શકે છે. 


આ પણ વાંચોઃ કંપનીએ કરી 1 પર 1 બોનસ શેર આપવાની જાહેરાત, રોકેટ બન્યો સ્ટોક, 168% વધી ગયો ભાવ


21  સપ્ટેમ્બરે લિસ્ટ થશે કંપનીના શેર
ઈએમએસ લિમિટેડના આઈપીઓના શેરનું એલોટમેન્ટ 15 સપ્ટેમ્બરે થઈ શકે છે. તો કંપનીના શેર 21 સપ્ટેમ્બરે લિસ્ટ થઈ શકે છે. કંપનીના આઈપીઓમાં ઈન્વેસ્ટર ઓછામાં ઓછા 1 લોટ માટે અને વધુમાં વધુ 13 લોટ માટે એપ્લાય કરી શકે છે. કંપનીના આઈપીઓના 1 લોટમાં 70 શેર છે. ઈએમએસ લિમિટેડે આ વર્ષે માર્ચમાં માર્કેટ રેગુલેટર સેબીની પાસે ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યાં હતા. આઈપીઓમાં 146 કરોડ રૂપિયાના ફ્રેશ ઈક્વિટી શેર અને 82.94 લાખ શેર ઓફર ફોર સેલ હેઠળ છે. ઓએફએસમાં પ્રમોટર અને ફાઉન્ડર રામવીર સિંહ ભાગીદારી વેચી રહ્યાં છે. હાલમાં કંપનીમાં તેમની ભાગીદારી 91.81 ટકા છે. 


ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારના રોકાણમાં જોખમ હોય છે. તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube