આશાનું કિરણ: ઇગ્લેંડ અને રૂસએ તૈયાર કરી Coronavirus ની રસી
કોરોના વાયરસ (Coronavirus) મહામારીથી લડવા માટે હવે આખી દુનિયાના વૈજ્ઞાનિકો એકજુટ થઇ ગયા છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે કોરોના વાયરસથી મરનારા માટે ઇગ્લેંડ અને રૂસે પણ રસી તૈયાર કરી છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) મહામારીથી લડવા માટે હવે આખી દુનિયાના વૈજ્ઞાનિકો એકજુટ થઇ ગયા છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે કોરોના વાયરસથી મરનારા માટે ઇગ્લેંડ અને રૂસે પણ રસી તૈયાર કરી છે. સૌથી સારી વાત એ છે કે બંને રસીના પરિણામ આશાજનક છે.
ઓક્સફોર્ડ અને રૂસમાં થઇ રહ્યા છે ક્લિનિકલ ટ્રાયલ
ઇગ્લેંડની ઓક્સફોર્ડ યૂનિવર્સિટીએ કોરોના વાયરસની રસી તૈયાર કરી લીધી છે. અહીં 18-55 વર્ષ સુધીના લોકોમાં આ રસી ટ્રાયલ શરૂ થઇ ગઇ છે. ChAdOx nCoV-19 નામની દવાએ ઇગ્લેંડની મેડિકલ ઓથોરિટીએ મંજૂરી આપી છે. આ પ્રકારે રૂસમાં પણ વૈજ્ઞાનિકોએ આ જીવલેણ વાયરસનો તોડ શોધી કાઢ્યો છે. રૂસની વેક્ટર સ્ટેટ વિરોલોજી એન્ડ બયોટેક સેન્ટરે આ રસી તૈયાર કરી છે. આ ટ્રાયલ જાનવરો પર ચાલુ છે. ત્યારબાદ જ લોન્ચ થવાની આશા છે.
ક્યાં સુધી પહોંચશે સામાન્ય નાગરિકો સુધી આ રસી
ડ્યૂક યૂનિવર્સિટીના પ્રમુખ જોનાથન ક્વિકનું કહેવું છે કે એકવાર રસીને સરકારી મંજૂરી મળ્યા બાદ પણ તેના રિએક્શને ધ્યાનમાં રાખવું જરૂરી હોય છે. જોકે દુનિયાના ઘણા દેશોમાં રસી તૈયાર કરવાનું કામ ચાલુ છે. પરંતુ તમામ સુરક્ષા માપદંડો પર ખરા ઉતર્યા બાદ જ સામાન્ય લોકોને આ રસી ઉપલબ્ધ થઇ શકે છે. સાથે જ તેની કિંમત પણ મહત્વનો રોલ ભજવે છે. ઘણી મોંઘી હશે તો સામાન્ય લોકો સુધી પહોંચાડવી એક પડકાર છે.
તમને જણાવી દઇએ કે અત્યાર સુધી દુનિયામાં કોરોના વાયરસના લીધે 5.9 લાખ લોકો સંક્રમિત થયા છે. આ જીવલેણ વાયરસથી 27,364 લોકોના મોત નિપજ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર