ચંડીગઢ: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ આ યોજનાનો લાભ ઉઠાવનારાઓને સલાહ આપી છે કે અનાવશ્યક કારણોથી ભવિષ્ય નિધિની બધી રકમ કાઢી લેવી જોઈએ નહી. તેમનું કહેવું છે કે જે લાભ મેળવવા માટે નિયમિત અંશદાનની જરૂર પડે હોય છે તે લાભોથી જ તેઓ વંછિત રહી  જશે. ઈપીએફઓએ વધુમાં કહ્યું કે ભવિષ્ય નિધિનું ધન સામાજિક સુરક્ષા માટે હોય છે અને લોકોએ તેનો ઉપયોગ બેન્ક ખાતાની જેમ કરવો જોઈએ નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંગઠને કહ્યું કે અમે તમામ સભ્યોને જણાવવા માંગીએ છીએ કે તેઓને ખુબ જ જરૂરીયાત હોય તો જ પૂરેપૂરો પીએફ કાઢવો નહીં તો નહીં. સભ્યોએ જ્યાં સુધી તેઓ સેવાનિવૃત ન થઈ જાય ત્યાં સુધી રકમ જમા રાખવી જોઈએ. આ જ અમારું પ્રાથમિક લક્ષ્ય છે. 


કેન્દ્રીય પીએફ આયોગના એડિશનલ કમિશનર (પંજાબ અને હિમાચલ પ્રદેશ) વી. રંગનાથને જણાવ્યું કે અમે મામૂલી કારણોથી સમગ્ર રકમ કાઢતા લોકોને જણાવી રહ્યાં છીએ કે તેઓ માત્ર પીએફની રકમ નથી ખોતા પરંતુ વૃદ્ધાવસ્થા સુરક્ષા અને પેન્શનથી પણ હાથ ધોઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે વીથડ્રોઅલ એટલે અમારા મતે છેલ્લી ચૂકવણી છે. ઉદાહરણ તરીકે તમે કોઈ જગ્યાએ નોકરી છોડી  દીધી અને તમને ક્યાય બીજે નોકરી મળી રહી નથી અને જો તમે ઈચ્છો છો કે તમારી જે પણ રકમ થઈ હોય તે તમને પાછી આપી દેવામાં આવે. તેમના મતે આંશિક વીથડ્રોઅલ એ અગ્રીમ ચૂકવણી છે અને તેનાથી સદસ્યતા પર કોઈ પ્રભાવ પડતો નથી.