EPFO Nesw Facility: જો તમે પણ સેલરીડ ક્લાસ છો તો આ સમાચાર તમારા માટ કામના છે. જી હાં ઇપીએફઓ તરફથી નોકરિયાત માટે નવી સુવિધા શરૂ કરવામાં આવે છે. આ સુવિધા અંતગર્ત જો તમે એજ્યુકેશન, મેરેજ અને ઘર મટે પૈસાની જરૂર પડે છે તો તમે ફાસ્ટ એપ્રૂવલવાળી સુવિધાનો ફાયદો ઉઠાવી શકો છો. આ સુવિધામાં કોમ્યુટર દ્વારા તમારે ક્લેમને ચેક કરી શકાય છે અને તેને જલદી મંજૂરી આપવામાં આવે છે. અત્યાર સુધી ખાતાધારકોને બિમારી સંબંધિત કેસમાં આપવામાં આવતી હતી. પરંતુ તેનો ફાયદો 6 કરોડ ઇપીએફઓ (EPFO) મેમ્બર્સ એજ્યુકેશન, મેરેજ અને ઘર માટે પૈસાની જરૂર માટે ઉઠાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સફેદ ધોતી પહેરી અમદાવાદના આ મંદિરે પહોંચ્યા ગિલ, કેવી રીતે પ્લેઓફમાં જઇ શકે છે GT?
સંજીવની બુટ્ટીથી કમ નથી આ છોડ, પેટથી માંડીને માથા સુધીની બિમારીઓ માટે છે રામબાણ


4.45 કરોડ ક્લેમનું કર્યું સમાધાન
ઇપીએફઓ (EPFO) તરફથી આપવામાં આવેલી જાણકારી એ પણ જણાવવામાં આવ્યું છે કે આ સુવિધાની લિમિટ પહેલાં 50,000 રૂપિયાથી બમણી કરીને 1 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. એક નિવેદન અનુસાર નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ઇપીએફઓ (EPFO) એ લગભગ 4.45 કરોડ ક્લેમનું સમાધાન કર્યું છે. તેમાંથી 60 ટકાથી વધું (2.48 કરોડ) ક્લેમ એડવાન્સ (બિમારી, લગ્ન, શિક્ષણના આધાર પર પૈસા કાઢવાનાર) હતા. સરળ ભાષામાં સમજીએ તો તેનો અર્થ એ છે કે તમે એજ્યુકેશન, મેરેજ ઘરની જરૂરિયાત માટે એક લાખ સુધી રૂપિયા નિકાળી શકો છો. 


Satta Bazar: ચોથા તબક્કાના મતદાન બાદ સટ્ટા બજારના ભાવ ઉપર-નીચે, કોને મળશે કેટલી સીટો
'અબકી બાર 400 પાર' નારો આપનાર ભાજપ માટે ખતરાની ઘંટી, 'અબકી બાર કિસકી સરકાર'?


3-4 દિવસમાં મળી જાય છે મંજૂરી 
ગત વર્ષે જેટલા એડવાન્સ ક્લેમને મંજૂરી આપવામાં આવતી હતી, તેમાં લગભગ 90 લાખ ક્લેમ ઓટો સેટલ કરવામાં આવ્યા. નવી સિસ્ટમમાં કોમ્યુટર દ્વારા તમામ કામ થાય છે. જેથી કોઇપણ કામ માટે મેન પાવરની જરૂર પડતી નથી. આ જ કારણ છે કે એડવાન્સ ક્લેમની મંજૂરી માટે લાગતો સમય પણ ઓછો થયો છે. પહેલા 10 દિવસ લાગતા હતા. પરંતુ હવે આ કામ માત્ર 3-4 દિવસમાં થાય છે.


AK કારાવાસમાંથી બહાર, દિલ્હીમાં BJPને કેટલી સીટો આપી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર?
Phalodi Satta Bazar નું સૌથી મોટું અનુમાન, BJP કયા રાજ્યમાં કેટલી સીટો જીતી રહી છે?


6 મેથી શરૂ કરવામાં આવી સુવિધા
જો કોમ્યુટર સિસ્ટમ કોઇ દાવાને મંજૂરી આપતું નથી તો તે પરત અથવા રદ કરવામાં આવતો નથી, પરંતુ એવા કેસમાં ફરીથી તપાસ કરવામાં આવે છે અને તેને ત્યારબાદ મંજૂરી આપવામાં આવે છે. ઇપીએફઓ તરફથી ઓટોમેટિક મોડમાં ક્લેમ પાસ કરવાની સુવિધાને 6 મે 204 થી લાગૂ કરવામાં આવી છે. અત્યાર સુધી 13,011 લોકોને ફાયદો મળ્યો છે. ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત સમાચાર અનુસાર અત્યાર સુધી 45.95 કરોડ રૂપિયાને મંજૂર કરવામાં આવ્યા છે. 


નીચેના બદલે ઉપર જવા લાગી લિફ્ટ, 25મા માળની છત તોડીને થઇ બંધ, જાણો કેમ થયું આવું
Ruchak Rajyog: મેષ રાશિમાં મંગળ ગોચરથી બનશે રૂચક રાજયોગ, 4 રાશિવાળાને બલ્લે-બલ્લે


એડવાન્સ રકમ ઉપાડવા માટે શું છે પ્રક્રિયા?
- સૌથી પહેલા તમારે EPFO પોર્ટલ પર લોગ ઈન કરવું પડશે. આ માટે UAN અને પાસવર્ડ જરૂરી છે.
- લૉગ ઇન કર્યા બાદ તમારે ઑનલાઇન સેવાઓ પર જવું પડશે અને ત્યારબાદ ક્લેમ સેક્શન સિલેક્ટ કરવું પડશે.
- ત્યાર પછી તમારે બેંક એકાઉન્ટ વેરીફાઈ કરવું પડશે. આ બેંક ખાતામાં એડવાન્સ પૈસા આવશે.
- હવે તમારે તમારા બેંક એકાઉન્ટ ચેક અથવા પાસબુકની કોપી અપલોડ કરવાની રહેશે.
- ત્યાર પછી તમારે તે કારણ જણાવવું પડશે જેના કારણે તમે પૈસા ઉપાડવા માંગો છો.
- હવે તમારે કેટલીક વધુ પ્રોસેસ ફોલો કરીને એપ્લાય કરવું પડશે. ત્રણથી ચાર દિવસમાં તમારા ખાતામાં પૈસા આવી જશે.