Lift Break Down: નીચેના બદલે ઉપર જવા લાગી લિફ્ટ, 25મા માળની છત તોડીને થઇ બંધ, જાણો કેમ થયું આવું

Society Lift: નોઇડાની એક હાઇ રાઇઝ સોસાયટીમાં લિફ્ટની બ્રેક ફેલ થઇ, જેના લીધે લિફ્ટ ચોથા માળથી સીધી 25મા માળ પર ઝડપથી પહોંચી ગઇ અને ટોપ ફ્લોરની છત તોડી દીધી. આ અકસ્માતમાં 3 લોકોને ઇજા પહોંચી છે. 

Lift Break Down: નીચેના બદલે ઉપર જવા લાગી લિફ્ટ, 25મા માળની છત તોડીને થઇ બંધ, જાણો કેમ થયું આવું

Lift Maintenance: નોઇડાની હાઇ રાઇઝ સોસાયટીમાં અવાર નવાર લિફ્ટમાં ફસાવવાની ઘટનાઓ સામે આવે છે. એકવાર ફરી સેક્ટર 137 સ્થિત પારસ ટિએરા સોસાયટીમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. રવિવારે ટાવર 5 ના ચોથા માળ પર લિફ્ટ ખરાબ થઇ ગઇ. જ્યારે રહેવાસીઓ લિફ્ટમાંથી બહાર આવવા લાગ્યા ત્યારે અચાનક લિફ્ટની બ્રેક ફેલ થઈ ગઈ અને તે ઝડપથી ઉપરની તરફ ઉપડવા લાગી. લિફ્ટ સીધી 25મા માળે પહોંચી ગઇ. લિફ્ટે સૌથી ઉપરના માળની છતને તોડી દીધી. સોસાયટીના લોકોનું કહેવું છે કે આ લિફ્ટમાં હાજર ત્રણ લોકોને ઇજા પહોંચી છે. 

આ ઘટના બાદ સોસાયટીના રહેવાસીઓમાં ભયનો માહોલ છે. ગત વર્ષે ઓગસ્ટમાં લિફ્ટ અકસ્માતમાં કેબલ તૂટવાથી 70 વર્ષીય સુશીલા દેવીના મોતને લોકો ભૂલ્યા ન હતા કે આ અકસ્માત સર્જાયો છે. સોસાયટીના રહેવાસીઓના અનુસાર ટાવર 5 ની લિફ્ટ ચોથા માળ પર ખરાબ થઇ હતી. જ્યારે રહેવાસીઓ લિફ્ટમાંથી બહાર નિકળવા લાગ્યા ત્યારે અચાનક લિફ્ટની બ્રેક ફેલ થઇ ગઇ અને તે ઝડપથી ઉપરથી ઉઠવા લાગી અને સીધી 25મા માળે પહોંચી ગઇ. લિફ્ટે સૌથી ઉપરના માળની છત તોડી દીધી. 

અકસ્માતમાં 3 લોકો થયા ઘાયલ
અકસ્માત દરમિયાન લિફ્ટને નુકસાન થયું છે અને ટાવરની છત તોડીને ઉપર જતી રહી. આ અકસ્માતમાં 3 લોકો ઘાયલ થયા, જેમાં બે મહિલાઓ અને એક પુરૂષ સામેલ છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. ઘટનાની સૂચના મળતાં જ સોસાયટીના અન્ય રહીશો ભેગા થઇ ગયા હતા. ટાવરની બંને લિફ્ટો બંધ કરી દેવામાં આવી છે. અને રહેવાસીઓને સીડીઓનો ઉપયોગ કરવા માટે કહ્યું છે. 

ઘટનાસ્થળે પહોંચી પોલીસ
અકસ્માતની સૂચના મળતાં નોઇડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે કહ્યું કે કેસની તપાસ કરી રહી છે અને દોષીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે કહ્યું કે ટેક્નિકલ ખામીના કારણે લિફ્ટ એક ઝાટકે નીચે આવીને ઉપર જતી રહી. લિફ્ટમાં સવાર તમામ લોકો સકુશળ બહાર નિકાળી લેવામાં આવ્યા છે. કોઇ જાનહાનિના સમાચાર નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news